રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માર્ચ એન્ડિંગના કારણે ગુડ ફ્રાઈડેના દિવસે પણ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે

03:49 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતના માર્ચ એન્ડીંગના કારણે આગામી તા.29-3 શુક્રવારે ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં ગુજરાત રાજ્ય નોંધણીસર નિરીક્ષક દ્વારા એક પરિપત્ર બહાર પાડી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ રજાના દિવસે પણ ચાલુ રાખવાનો હુકમ કર્યો છે.ગુજરાત રાજ્ય નોંધણીસર નિરીક્ષક દ્વારા આજે એક પરિપત્ર બહાર પાડી આગામી તા.29-3-2024ને શુક્રવારે ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ફરજ બજાવતાં તમામ કર્મચારીઓની રજા રદ કરી નાખી છે અને ફરજ પર હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement

માર્ચ એન્ડીંગને ધ્યાને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ ઝોનની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં ચાલુ રહેશે અને દસ્તાવેજોની નોંધણી નિયમાનુસાર કરવાની રહેશે. તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેબ એપ્લીકેશન મારફત ઓનલાઈન એપોઈમેન્ટ મેળવી રજાના દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ યાદીમાં જણાવ્યું છે.

આ ઉપરાંત સ્ટેમ્પ ડયુટી નોંધણી ભવન દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડી રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં જ્યાં જ્યાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેઈટીંગ વધારે હોય તે તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફેરફાર કર્યો છે. સવારે સાડા દસ વાગ્યે ખુલતી સબ રજિસ્ટ્રાર કચેરી હવેથી નવ વાગ્યે ખુલશે અને નવ વાગ્યાથી જ દસ્તાવેજોની નોંધણી કરી શકાશે.

રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સમયમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં રાજકોટ સિટી-1, રાજકોટ સિટી-2 મોરબી રોડ, રાજકોટ સિટી-4 રૈયા રોડ, રાજકોટ સિટી-5 મૌવા, રાજકોટ સિટી-6 મવડી અને રાજકોટ સિટી-8 ગ્રામ્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોધિકા અને રાજકોટ ઝોન-7 કોઠારીયામાં પણ પેન્ડીંગ દસ્તાવેજોનું પ્રમાણ વધુ હોય આ તમામ સબ રજિસ્ટ્રાર કચેરી નવ વાગ્યાથી શરૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Tags :
Good Fridaygujaratgujarat news
Advertisement
Next Article
Advertisement