For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આકરા નિયમોને કારણે રાજ્યમાં માત્ર 400 જેટલી પ્રિ-સ્કૂલનું જ થયું રજિસ્ટ્રેશન

05:17 PM Jun 19, 2025 IST | Bhumika
આકરા નિયમોને કારણે રાજ્યમાં માત્ર 400 જેટલી પ્રિ સ્કૂલનું જ થયું રજિસ્ટ્રેશન

રાજ્ય સરકાર દ્વારા સવા વર્ષ પહેલા શરૂૂ કરવામાં આવેલી પ્રિ-સ્કૂલોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. રાજ્યમાં આવેલી પ્રિ-સ્કૂલોની નોંધણીને લઈને સૂચના આપવામાં આવ્યા બાદ અટપટા નિયમોના પગલે સંચાલકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું ટાળ્યું હતું. બીજી બાજુ રજિસ્ટ્ર્ેશનની મુદત પૂર્ણ થયા બાદ પણ મુદતમાં વધારો કરવો કે પછી પ્રિ-સ્કૂલો સામે કાર્યવાહી કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા ન કરતા સંચાલકો નિશ્ચિંત બની ગયા છે.

Advertisement

પ્રિ-સ્કૂલ નોંધણીની કાર્યવાહીના ફિયાસ્કા વચ્ચે એક માસથી પોર્ટલ પણ બંધ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અમદાવાદમાં માત્ર 64 જેટલી પ્રિ-સ્કૂલોની જ નોંધણી થઈ છે, જ્યારે શહેરમાં 5 હજાર જેટલી પ્રિ-સ્કૂલો આવેલી હોવાનો અંદાજ છે.

રાજ્ય સરકાર દ્વારા 15 મે, 2023ના રોજ ઠરાવ બહાર પાડી ખાનગી પ્રિ-પ્રાયમરી શાળાઓના રેગ્યુલેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા 17 ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રિ-પ્રાયમરી સ્કૂલોના રજિસ્ટ્રેશન અને મંજૂરી અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. રજિસ્ટ્રેશન માટે સંસ્થાઓ પાસેથી મંડળ નોંધણીનો દાખલો, સંસ્થાનું મકાન 15 વર્ષના રજિસ્ટર્ડ લીઝ પર હોવાના કિસ્સામાં સબ રજિસ્ટાર કચેરીમાં કરાવેલા રજિસ્ટર્ડ લીઝ, સંસ્થાનું મકાન વપરાશ યોગ્ય છે તે મતબલનું સક્ષમ અધિકારી દ્વારા અપાયેલી બિલ્ડિંગ યુઝ પરમિશન અને સક્ષમ અધિકારી દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલું ફાયર એનઓસીની માગણી કરવામાં આવી હતી.

Advertisement

જોકે, રજિસ્ટ્રેશન વખતે 15 વર્ષનો જે રજિસ્ટર્ડ લીઝ માગવામાં આવતા સંચાલકોમાં રોષ ફેલાયો હતો. આ નિયમના પગલે રજિસ્ટ્રેશન જ થતું ન હોવાનું સામે આવ્યું હતું. 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર માગવામાં આવ્યો છે, જે કોઈ કરી આપવા તૈયાર જ ન હોવાની ફરિયાદો ઊઠી હતી. કોઈ જ વ્યક્તિ પોતાનું મકાન કે મિલકત 15 વર્ષ માટે લીઝ પર લેખિતમાં આપે તે શક્ય ન હોવાથી તેની સીધી અસર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પર પડી હતી. રજિસ્ટ્રેશન માટે એક વર્ષની મુદત આપવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં માંડ 400 જેટલી પ્રિ-સ્કૂલની જ નોંધણી થઈ હોવાનું સામે આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement