રસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા
નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ નહતી. ચાપટ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં સ્ટેચ્યુ પાછળ કરોડો રૂૂપિયાનો ખર્ચ થયો છે, ત્યાં આ ગામમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ અને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચતી નથી.
મળતી માહિતી અનુસાર, સાપ કરડેલા દર્દીને સારવાર માટે લોકોએ ઝોળીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય રોડ તરફ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ખાનગી વાહનમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. નર્મદા જિલ્લાના ગરૂૂડેશ્વર તાલુકાનું આ ગામ સ્ટેચ્યુ ઑફ યુનિટી 10 કિલોમીટર ના અંતરે આવેલું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી. એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતાં ઝોળીમાં લઈ જવામાં આવી હતી. રસ્તામાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. વિકસિત નર્મદાના ચાપટ ગામના ફળિયામાં 47 મકાનો અને લગભગ 250 લોકોની વસ્તી છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ વિસ્તારમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી.