રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીરપુર પાસે ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા

12:03 PM Aug 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વીરપુર બાયપાસ હાઈવે પર બેથી ત્રણ કિલોમીટર વાહનોની લાઈનો

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે વરસાદનો કહેર વર્તાવ્યો છે ત્યારે યાત્રાધામ વિરપુરમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હતા ત્યારે યાત્રાધામ વીરપુર બાયપાસ નજીક ભારે વરસાદને કારણે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે નં.27 પર વીરપુર નજીક વાહન વ્યવહાર ખોરવાયો હતો.

સિક્સ લેન રોડ નું કામ ચાલુ હોવાથી વીરપુર હાઈ વે પર ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભારે પર ભાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતા,વીરપુર બાયપાસ વછરાજ હોટેલ પાસે ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા તો બીજી તરફ સિક્સ લેન રોડનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાયા હતા ,સિક્સ લેન રોડ બનાવવાની કામગિરી કરતા વરાહા ઇનફા.લિમિટેડ કંપની દ્વારા અનેક જગ્યાએ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી શરૂૂ કરી છે પરંતુ તેમની સાઈડમાં કોઈપણ જાતની ડાઈવર્જન રોડમાં સગવડો રાખવામાં આવી ન હોવાથી યાત્રાધામ વીરપુર પાસે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે તેમજ સિક્સ લેન રોડની કામગીરીમાં અનેક જગ્યાએ મસ મોટા ખાડા ખબડા હોય હાલ ચોમાસાની ઋતુને લઈને ભારે વરસાદ વરસે છે ત્યારે વાંરવાર વાહન વ્યવહાર ખોરવાઈ છે.

Tags :
gujaratgujarat newsHeavy RainTraffic jamVeerpurVeerpur news
Advertisement
Next Article
Advertisement