દ્વારકામાં ભારે વરસાદથી દુકાનો-બેંકોમાં ઘુસ્યા પાણી
યાત્રાધામ દ્વારકામાં શનિવારે વહેલી સવારના છ વાગ્યા થી બાર વાગ્યા સુધી 163 એમ એમ (સાડા છ ઇંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. બોપરે બાર વાગ્યાબાદ વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા નિચાણ વારા વિસ્તારોની મુલાકાત લિધી હતી. 30 કલાકમાં દ્વારકામાં 535 એમ એમ( સાડા એકવીસ ઇંચ) જેટલો વરસાદ પડતા ચોતરફ પાણી પાણી ના દ્રશ્યો જોવા મલ્યા હતા. એકવીસ ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં પડતા દ્વારકાના રૂૂપણબંદર વિસ્તારોમાં ઝુપડાઓ અને અડધા મકાનો ડુબી ગયા હતા. દ્વારકા પ્રાંત અધિકારી મામાલતદાર, ચિફ ઓફિસર સહિનાઓ એનડીઆરએફની ટીમ લૈઇ રૂૂપણ બંદરે પહોચી 65 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડેલ હતા. દ્વારકાના અનેક વિસ્તારોમાં કમરડુબ બિજે દિવસે પણ પાણી ભરાયા હતા. જેમા રબારીગેટથી ત્રણબતીચોક વચ્ચે ભદ્રકાલી વિસ્તારમાં છ થી વધું બેન્કો આવેલ તેમા પાણી ધુસી ગયા છે.
બેન્ક વ્યવાર ઠપ થૈઇ ગયો છે. ત્યા અનેક ઓફિસો રેસ્ટોરન્સ, હોટલો તેમજ ખાણીપીણીની શોપ આવેલ તે પણ અડધી પાણીમાં ડુબી ગયેલ હોય તેઓને વ્યાપક નુકશાની થયેલ છે. દ્વારકા ઈસ્કોનગેટથી રબારીગેટ જે નેશનલ હાઇવે રોડ છે. તે વિસ્તારમાં કમર ડુંબ પાણી ભરાયા છે. અનેક દૂકાનો ડુબી ગયેલ તેમજ હાઇવે રોડ પર પાણી ભરાઇ જતા રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. મોટા વહાનો બસ, ખટારો તેમજ કાર જેવા વહાનોની લાંબી કતારો લાગી હતી. દ્વારકાના જલારામ મંદિર, તોતાત્રીમઠ, નરસંગટેકરી, આવળપાડો સહિતના વિસ્તારોમાં ધરોમાં કમરડુંબ પાણી ભરાઇ જતા ધરનો તમામ સામાન પાણીમાં ગરકાવ થૈઇ ગયેલ હોવાથી ત્યા રહેતા લોકોમાં ચિંતા વ્યાપી છે.દ્વારકાના આવળ પડામાં વરસાદી પાણીમાં એક બે માળનો મકાનમાં નિચેનો માળ પાણીમાં ગરકાવ થૈઇ જતા ત્યાના લોકો બિજા માળે 9 લોકો ફસાઇ ગયા હતા. નગર પાલીકાની રેસ્કયુટીમ અને પોલીસની મદદથી 9 લોકોને બોટમાં બેસાડી સુરક્ષિત જગયાએ લાવેલ હતા. દ્વારકા જામનગરનો ચરકલાવારો રોડ કમરડુંબ પાણીથી રસ્તો બંધ થૈઇ ગયેલ. દ્વારકામાં વરસાદમાં ભદ્રકાલીચોક વિસ્તારમાં 100 જેટલી દુકાનો 30 જેટલી હોટલ રેસ્ટોરન્સમાં અધોઅધ પાણી ધુસી ગયેલા વ્યાપક નુંકશાની લોકોને થૈઇ છે. બોપર બાદ વરસાદે વિરામ લેતા નિચાણ વારા વિસ્તારમાં રહેતા લોકોના જીવમાં જીવ આવ્યો.