રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દુબઇ બેસી ક્રિકેટ સટ્ટો રમાડતો બુકી પાર્થ દોશી ભારત આવતા જ ઝડપી લેવાયો

05:02 PM Jul 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત પોલીસની લૂકઆઉટ નોટિસના આધારે અમૃતસર એરપોર્ટ પરથી ઝડપાયો

માધપુરા ક્રિકેટ અટ્ટાકાંડમાં સ્ટેટ મોનીરીંગ સેલે દુબઇથી ક્રિકેટ અટ્ટાનું નેટવર્ક ચલાવનાર નામચીન વ્યુકત પાર્થ દોશીને ઝડપી લીધો છે. પાર્થ દુબઇથી ભારત આવ્યાની બાત્તમીના આધારે અમૃતસર એરપોર્ટ ઉપરથી સુરેન્દ્રનગરના વતની પાર્થની ધરપકડ કરી પુછપરછ કરતાં ગુજરાતના અન્ય બુકીઓના નામ પણ ખુલ્યા છે.
અમદાવાદ ક્રિકેટ અટ્ટામાં અગાઉ પકડાયેલ આરોપી ધવલકુમાર સોમાભાઇ પટેલની પુછપરછમાં તેને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઇ.ડી. GNITE777.COM, AVIEXCH.COM તથા RADHEના પાર્થ કમલેશભાઇ દોશીએ આપેલ હોવાનું અને ઉપરોકત ત્રણેય માસ્ટર આઇ.ડી આરોપી ધવલ પટેલએ 15% ભાગથી આરોપી જીગ્નેશ નરેશભાઇ પટેલને આપેલ હોવાનું ખુલ્લુ હતું. આમ, ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના સુપર માસ્ટર આઇ.ડી. આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઇ દોશી છેલ્લા ઘણા વર્ષોથી દુબઇ ખાતે રહી ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગની સુપર માસ્ટર આઇ.ડી. બનાવી વિવિધ વ્યકિતઓને પુરી પાડતો હોય, જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ ગુનામાં નાસતો-ફરતો હોય, જેથી તેના વિરૂદ્ધ તા.1/2/2024ના રોજ લુક આઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવેલ હતી.

મુળ સુરેન્દ્રનગરનો આરોપી પાર્થ કમલેશભાઇ દોશી દુબઇથી અમૃતસર, પંજાબ ખાતે આવતાં તેની વિરૂદ્ધ ઇસ્યુ થયેલ ઉપરોકત લુક આઉટ સર્ક્યુલર આધારે એરપોર્ટ ઓથોરીટી, અમૃતસર, પંજાબ દ્વારા તેને ડીટેઇન કરી, એસએમસીને જાણ કરતાં, પાર્થ કમલેશભાઇ દોશી, (ઉ.વ.34, મુળ રહેે.09, સંગમ સોસાયટી, સરદાર સોસાયટી પાસે, સુરેન્દ્રનગર, ગુજરાત, હાલ રહે.વિલા નં.10, અલઝાફલીયા, દુબઇ)નો કબ્જો મેળવી એસએમસીએ તેની વિશેષ પુછપરછ શરૂ કરી છે.

ઉપરોકત ગુનાના કામે હાલ સુધીમાં કુલ-35 આરોપીઓ પકડવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે. પાર્થની પુછપરછમાં ગુજરાતના અન્ય બુકીના નામ બહાર આવે તેવી શકયતા છે. સ્ટેટ મોનીટરીંગ એલના વડા આર.બી.બ્રહ્મભટ્ટ, ડીઆજી નિર્લિપ્તરાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામળીયા અને તેમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.

Tags :
cricket bettingcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement