ચોટીલાના મોલડીમાં દારૂડીયા બેફામ: પોલીસ ઉપર પથ્થરમારો
ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ એવા ચામુંડાધામ ચોટીલા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક પ્રવૃત્તિઓ બેફામ ફુલીફાલી છે કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે મોલડી ગામે પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ઉપર કેટલાક શખ્સોની ટોળકી એ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રીનાં ચોટીલા નાની મોલડી પીએસઆઇ વી.ઓ.વાળા સ્ટાફ સાથે સરકારી વાહનમાં ઠાંગા પંથકમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા અને મોટી મોલડી બસસ્ટેન્ડ પાસે શંકાસ્પદ હાલતમાં રહેલ એક શખ્સ નશાની હાલતમાં જણાતા તેની પુછતાછ કરતા તે શખ્સ ઝપાઝપી કરી નાસી છુટયો હતો અને થોડે અંતરે રહેલા બીજા શખ્સો તેને બચાવવા મેદાનમાં આવી ગયા હતા અને આ ટોળીએ સામુહિક પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેમા પોલીસ જીપના કાચ તુટી ગયા હતા અને અધિકારી ને ગંભીર ઇજા પોહચી હતી મધરાતે પોલીસ અધિકારી ઉપર જીવલેણ હુમલો થયાની બેડામાં જાણ થતા ચકચાર મચી જવા પામી છે. ચોટીલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વિસ્તાર પ્રસિધ્ધિ પામી રહેલ છે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઇગ્લીશ અને દેશી દારૂૂ ની બદીએ માઝા મૂકી છે લોક ચર્ચા મુજબ અનેક ગામોમાં દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તેમજ મોટા પાયે ઇગ્લીશ નું કટીંગ પણ થાય છે તેમજ હાઇવે ઉપર અનેક હોટેલ ઢાબા ગે. કા પ્રવૃતિઓ માટે જાણીતા છે.ઇજાગ્રસ્ત પોલીસ અધિકારી ને રાત્રીનાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે જાણવા મલ્યા મુજબ 6 જેટલા ટાંકા આવેલ છે
જોકે હુમલાખોરો સામે ગુન્હો નોંધી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ પંથકમાં છેલ્લા ઘણા સમય થી રાજકીય ચંચુપાત ને કારણે પોલીસ કાર્યવાહી સામે પણ કેટલાક સવાલો ઉભા થયા છે જેને કારણે અસર કાયદો વ્યવસ્થા ઢીલી પડે છે અને લુખ્ખા તત્વો બેફામ બને ત્યારે પોલીસનો ખોફ ધાક વિસરાય છે આવાજ અસામાજીક પ્રવૃત્તિઓ અને માનસિકતા ધરાવતા લોકો એ પોલીસ ઉપર હુમલો કર્યો છે તો સામાન્ય નાગરીકો માટે કેવું વાતાવરણ હશે તે વિચારવું ઘટે તેવી હાલત છે. ચોટીલા અને નાની મોલડી પોલીસ મથકમાં કેટલાક લોકોની સિન્ડિકેટ હોવાની ચર્ચા છે જેને કારણે ખાખી ખોફ વિસરાયો છે રેન્જ આઈજી અને પોલીસ વડા પોલીસ અધિકારી ઉપર હુમલો ટીમ ઉપર પથ્થરમારાની ઘટનાને ગંભીરતાથી લઈ ચોટીલા મોલડી પોલીસ મથક વિસ્તાર અંગે વાકેફ બની કડક અધિકારી અને કાર્યવાહી અંગે ગંભીરતા દાખવે તે હાલની સ્થિતિ જોતાં કહેવાય છે.
તસવીર: હેમલ શાહ