વોર્ડ નં.4ની ઓફિસમાં દારૂડિયાની ધમાલ
શહેરમાં દારૂની રેલમછેલ અંગે ગમે તેટલો હોબાળો થાય પણ આ ગોરખધંધો અવિરતપણે ચાલતો રહે છે. ઘરે બેઠા દારૂ પહોંચાડતા બૂટલેગરો અને દેશી દારૂના અડ્ડાઓ પણ બિન્દાસ ધમધમી રહ્યા છે.ત્યારે આજે ધોળે દિવસે બપોરના 12થી 1 વાગ્યાના સમય ગાળા વચ્ચે જૂના મોરબી રોડ પર આવેલા મહાનગર પાલિકાના વોર્ડ નંબર.4ની ઓફીસમાં દારૂનો નશો કરી એક શખ્સ ધોળે દિવસે ઘૂસી આવ્યો હતો.
ત્યાં અંદર હાજર કર્મચારીઓ અને અરજદારો સાથે ગેરવર્તન કરતો હોય જાણે તેમને પોલીસનો કોઈ ડર રહ્યો નથી.આ ઘટનાની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ આવી પહોંચી હતી અને જાહેરમાં બીભત્સ વાણીવિલાશ કરતા દારૂડિયાને બહાર કાઢ્યો હતો.તેમજ પોલીસે દરવાજાની બહાર પહેરો ગોઠવી દીધો હતો.જોકે આ ઘટનાનો વિડીયો ઉતારી જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલમાં વાયરલ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,દારૂબંધીના ઢીલા અમલના કારણે સરકારી કચેરીમાં દારૂડિયાઓ ધસી જઇ ઉત્પાત મચાવતા હોવાના અગાઉ અનેક વાર બનાવો પ્રકાશમાં આવ્યા છે.