ગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યો
વહેલી સવારે પાંચ વાગ્યે બે શખ્સો હુમલો કરવા આવ્યાની પોલીસ ક્ધટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો
શહેરના સ્વામીનારાયણ નગરમાં ગોકુલધામ પાસે આવેલ કૃષ્ણનગરમાં વહેલી સવારે પાંચ વાગ્યે એક દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી હતી. બે શખ્સો પોતાના પર હુમલો કરવા આવ્યાની જાણ કરતા પોલીસ જ્યારે મહિલાના ઘરેપહોંચી ત્યારે આ મહિલા ચિક્કાર નશો કરેલી હાલતમાં મળી આવી હતી. જેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા બાદ તેના ઘરે માલવિયાનગર પોલીસે દરોડો પાડતા 6 હજારની કિંમતની 12બોટલ દારૂ મળી આવ્યો હતો. જે અંગે મહિલા વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ શહેરના ગોકુલધામ આરએમસી ક્વાર્ટસ પાછળ આવેલકૃષ્ણનગર મેઈન રોડ ઉપર સ્વામીનારાયણ નગરમાં રહેતી શિતલબેન વાલજીભાઈ હાડા નામની મહિલાએ સવારે પાંચ વાગ્યે પોલીસ ક્ધટ્રોલરૂમને જાણ કરી હતી કે, તેના ઘર પાસે નવાબ સહિતના ત્રણ શખ્સો આવીને ઝઘડો કરે છે અનેપોતાના ઉપર હુમલો કરે તેવી શક્યતા છે. આ અંગે પોલીસ ક્ધટ્રોલે તાત્કાલીક માલવિયાનગર પોલીસને જાણ કરતા પીસીઆર વાન શિતલબેન હાડાના ઘરે દોડીગઈ હતી. જ્યાં તપાસ કરતા શિતલ હાડ પોતે દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેને માલવિયાનગર પોલીસ મથકે લાવવામાં આવી હતી.
આ અંગે ફરજ પરના પોલીસે શિતલ હાડાના ઘરે જઈતપાસ કરતા તેના ઘરેથી 6 હજારની કિંમતની 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેબાબતે શિતલ લાલજીભાઈ હાડા સામે માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આમ વહેલી સવારે ચિક્કાર દારૂ પીધેલી મહિલાએ પોલીસ ક્ધટ્રોલરૂમને ફોન કરીને ધંધે લગાડ્યયા બાદ તેના ઘરમાંથી દારૂ મળી આવતા પોલીસે મહિલા સામે જ કાર્યવાહી કરી હતી.