જંગલેશ્ર્વરમાં દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ફિનાઇલ પીધું
શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા યુવાને દારૂૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાધાકૃષ્ણનનગર મેઇન રોડ ઉપર આવેલા જંગલેશ્વરમાં રહેતા ગોપાલ લાખાભાઈ ગોહેલ નામના 35 વર્ષના યુવાને દારૂૂના નશામાં રાત્રીના સમયે પત્ની શીતલબેન સાથે ઝઘડો કરી ફિનાઈલ પી લીધું હતું. ગોપાલ ગોહેલની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા મનહરપુરમાં રહેતા અજીત મનસુખભાઈ રાઠોડ નામનો 31 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા પરસાણા ચોકમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.