પીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે ચડાવ્યા, તબીબ માતા-પુત્રી ઘવાયા
બીગ બજાર પાસેની ઘટના, અકસ્માત બાદ વિફરેલા ટોળાનો કાર ઉપર પથ્થરમારો-તોડફોડ
રાજકોટમાં લાખો લોકો જેનાથી ત્રસ્ત છે તે અણઘડ ટ્રાફિક નિયમનમાં બેફિકર પીધેલા વાહનચાલકોને પણ પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા રહે છે, આવી જ એક ઘટનામાં નશાખોર વાહન ચાલકે બીગ બજાર પાસે 9 વાહનચાલકોને હડફેટે લેતા જનાક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. વધુ વિગતો મુજબ,રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા બિઝ બજાર પાસે પુરપાટ કારે મહિલા તબીબ અને તેની પુત્રી સહિત નવ લોકોને ઠોકરે લેતા નાસભાગ મચી ગઈ હતી બનાવના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કીર ચાલકને પકડી પોલીસને હવાલે કરતા માલવીયાનગર પોલીસે કાર ચાલકને અટકાયત કરી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે બિગ બજાર પાસે સમી સાંજે બેકાબૂ કારે એકટીવા ચાલક મહિલા તબીબ મીરાબેન વિમલભાઈ ઠોરિયા (ઉ.35,રહે. અનંતા વિવંતા એપાર્ટમેન્ટ) અને તેની આઠ વર્ષની પુત્રી અરિત્રા સહિત નવ વાહન ચાલકોને ઠોકરે લેતા અફડાતફડી મચી ગઈ હતી બનાવના પગલે લોકોમાં નાશભાગ મચી ગઈ હતી જેથી કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને કાર ઉપર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી અને બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
લોકોએ કાર ચાલકને પકડી લમધાર્યો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી કાર ચાલકને અટકાયત કરી તપાસ કરતા કારની ઠોકરે ચડેલા મહિલા તબીબ અને તેની ઈજાગ્રસ્ત પુત્રીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે મહિલા તબીબની ફરિયાદ પરથી પી.આઈ. દેસાઈએ તપાસ કરતા કારચાલક રૈયા રોડ પર રિધ્ધિ-સિધ્ધિ પાર્કમાં રહેતો અને શાપરમાં કારખાનુ ચલાવતો કેતન ગોરધનભાઈ ઠુંમર નશો કરેલી હાલતમાં હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
કેકેવી ચોકમાં દારૂડિયા રિક્ષાચાલકે પોલીસને ગાળો ભાંડી
કાલાવડ રોડ પર કે.કે.વી ચોક પાસે ટ્રાફિક નિયમ કરી રહેલા હેડકોન્સ્ટેબલે લોકોને અડચણ રૂૂપ રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા પીધેલા રીક્ષા ચાલકે ટ્રાફિક પોલીસમેન દેવેન્દ્રભાઈ રઘુભાઇ અઘેરા સાથે રીક્ષા ચાલક સાગરભાઇ કેશુભાઇ સીંગરખીયા(રહે. વડવાજડી ગામ મહાદેવના મંદીરની બાજુમાં)એ માથાકૂટ કરી ગાળો આપી અને ફરજમાં રુકાવટ કરતા પીસીઆર વેન બોલાવી આરોપીને સકંજામાં લઇ આરોપીની ધરપકડ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. દેવેન્દ્રભાઈ આઘેરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કે.કે.વી. ચોક પાસે એક રીક્ષા અડચણ રૂૂપ ઉભેલ હોય જેથી અમોએ આ રીક્ષા ચાલકને પોતાની રીક્ષા સાઇડમાં લેવા કહેતા આ રીક્ષા ચાલક અમો સાથે બોલાચાલી કરવા લાગેલ અને ત્યાથી નાશી ગયો હતો. બાદ સાંજનાબોલાચાલી કરનાર શખ્સ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં કે.કે.વી. ચોક ખાતે આવ્યો હતો અને અમારી સાથે ફરજ પર રહેલ ટ્રાફીક વોર્ડન ઉદયભાઇ સાથે બોલાચાલી કરતો હોય જેથી અમો ત્યા જઇ આ ભાઇને સમજાવેલ હતો પોતે કહેવા લાગેલ કે તુ મને અહીયા રીક્ષા કેમ ઉભી રાખવા દેતો નથી એમ કહી અમોને જેમતેમ બોલાવા લાગેલ અને ગાળો દેવા લાગેલ અને ઝઘડો કરવા લાગેલ જેથી અમોએ 100 નંબરમાં ફોન કરી પી.સી.આર.ને બોલાવી આરોપીને સકંજામાં લઇ રાજકોટ તાલુકા પોલીસ મથકે લઇ જવાયો હતો.