રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દાહોદની ફાર્મા કંપનીમાંથી 168 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

11:12 AM Oct 15, 2024 IST | admin
Advertisement

112 કિલોના જથ્થા સાથે વડોદરાના એક સહિત ચાર શખ્સોની ઘરપકડ: કંપની સીલ કરાઇ

Advertisement

ગુજરાતના અંકલેશ્વરમાં કરોડો રૂૂપિયાનું એમડી ડ્રગ્સ પકડાયા બાદ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના સરહદે આવેલા જાગવાના મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની ઉછઈંની ટીમે દરોડા પાડી 168 કરોડ કિંમતનું 112 કિલો ખઉ ડ્રગનો જથ્થો જપ્ત કર્યો છે.
આ સાથે જ દાહોદના બે, વડોદરાનો એક મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી.મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દિલ્હી ઉછઈં (ડાયરેકટેડ રેવન્યૂ ઇન્ટેલિજન્ટ)ની ટીમે દરોડા પાડ્યા હતા.

આ દરોડા દરમિયાન દવા બનાવતી કંપનીમાંથી 36 કિલો ડ્રગ પાઉડર, 76 કિલો લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલો મેફ્રોડોન ડ્રગનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવી હતી. આ દરમિયાન કંપનીમાં હાજર વિજય ગોવિંદ સિંઘ રાઠોડ (રહે. વડોદરા), રતન નેવાભાઈ નળવાયા, વૈભવ રતન નળવાયા તેમજ રમેશ દીતીયા બસી વેરાવલી તળાવ ફળિયા મેઘનગર મળી કુલ ચાર ઈસમોને ધરપકડ કરવામાં આવી છે.આ દવાની કંપની દોઢ વર્ષ અગાઉ ગુજરાતના દીપક નામના વ્યક્તિ દ્વારા હેન્ડઓવર કરવામાં આવી હતી.

જેમાં શરૂૂઆતમાં દવા બનાવ્યા બાદ એમડી ડ્રગનું નિર્માણ કરી વેચવામાં આવી રહ્યું હતું. પકડાયેલા ઉપરોક્ત ચારેય પૈકી વડોદરાનો વિજય રાઠોડ સંચાલક હોવાનું સામે આવ્યું છે. દાહોદ તાલુકાના નવાગામના ઉપરોક્ત બંને વ્યક્તિ ઓપરેટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. મેઘનગરનો રમેશ બસી ચોકીદાર તરીકે કામ કરતો હતો.

મેઘનગર ફાર્મ કેપ પ્રાઇવેટ લિમિટેડમાં પ્રતિબંધિત 168 કરોડની એમ.ડી ડ્રગ સાથે પકડાયેલા ચારેય ઇસમોને કોર્ટમાં રજૂ કરતા સંચાલક વિજય રાઠોડના નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અન્ય ત્રણ ઈસમોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.ડીઆરઆઈની ટીમે ફેક્ટરીમાંથી કેમિકલ તેમજ અન્ય મશીનરી જપ્ત કરી હતી. ઇન્જેક્શન ફોર્મ, પાઉડર ફોર્મ તેમજ અન્ય એક ફોર્મ મળી કુલ 3 ફોર્મમાં ખઉ ડ્રગ બનાવી રહ્યા હોવાનું એજન્સીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Tags :
168 crores were seizedcrimeDahoddahodnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement