રાજકોટથી મોકલાયેલ 100 કરોડનું ડ્રગ્સ મુંદ્રામાં ઝડપાયું
આફ્રિકા રવાના કરાયેલા ક્ધટેનરની કસ્ટમ વિભાગે તપાસ કરતા ટ્રામાડોલની ટેબ્લેટ મળી આવી : રાજકોટ ગાંધીધામ સહિતના સ્થળોએ દરોડા
કચ્છમાં ફરી એક વખત માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યુ છે. કચ્છના મુન્દ્રામાં કસ્ટમ વિભાગે રૂૂપિયા 100 કરોડનું ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કર્યુ છે. મળતી માહિતી મુજબ આ માદક દ્રવ્યની આફ્રિકામાં નિકાસ કરવામાં આવી રહી હતી અને નિકાસ કરવામાં આવે તે પહેલા જ કસ્ટમ વિભાગે જથ્થો ઝડપી પાડ્યો છે. અને ડ્રગ્સનું પગેરુ મેળવવવા રાજકોટ અને ગાંધીધામ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
કસ્ટમ વિભાગને અઘોષિત દવાની પટ્ટીઓ ધરાવતા બોક્સ મળ્યા, જેમાં પટ્રેમેકિંગ 225 અને પરોયલ-225થ એમ બંનેમાં ટ્રામાડોલ હાઈડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલિગ્રામ હોય છે. તેમાં ન તો સ્ટ્રીપ્સ હોય છે કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો આપેલી હતી. ત્યારે હવે આ મામલે કસ્ટમ વિભાગે યોગ્ય તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી ડ્રગ્સ, ચરસ અને અન્ય માદક દ્રવ્યના બિનવારસી જથ્થા ઝડપાતા હોય છે.બીએસએફએ 20 જૂને જ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતુ, જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા હતા. ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, તમને જણાવી દઈએ કે બીએસએફએ અત્યાર સુધી કરોડો રૂૂપિયાના ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે.
કારણ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાવવાની ઘટનાઓ સામે આવતી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જખૌ કોસ્ટ વિસ્તારમાં બીએસએફના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.