રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નશાખોર પતિ અવાર-નવાર ઝઘડા કરી પત્નીને ત્રાસ આપતો : અભયમ ટીમે સમાધાન કરાવ્યું

04:22 PM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેર પીડિતા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી તેમના પતિ કેફી દ્રવ્યનુ સેવન કરી ઘરે આવી નશામાં મારા પિયરમાં ફોન કરીને મને અપશબ્દો બોલે છે. તેમજ મારા પતિ દ્વારા મને ખુબજ માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી આ હેરાનગતિ માંથી મને મૂક્ત કરો.

જેના પગલે 181 ટીમના કાઉન્સેલર સુમિતા પરમાર, હોમ ગાર્ડ દિપિકાબેન અને પાયલોટ અજયભાઈ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પીડીતા ને આશ્વાશન આપી કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તેમના લગ્નને ચાર વર્ષ થયાં છે.

તેમના પતિ અવારનવાર કેફી દ્રવ્યનુ સેવન કરી ઘરે આવી અપશબ્દો બોલે છે અને તેમનાં પિયરમાં પણ ફોન કરી અપશબ્દો બોલે છે. જેથી પીડિતાના સાસરીપક્ષ અને પિયરપક્ષ દ્વારા ઘણીવાર તેમના પતિને વ્યસન ન કરવા બાબતે સમજાવેલ પરંતુ તેમના પતિ સમજતા ન હોવાથી 181 ટીમ ની મદદ લીધી હતી.

181 ટીમ દ્વારા બંને પક્ષોનુ અસરકારક કાઉન્સિલિંગ કરી પીડિતાના પતિને સમજાવેલ કે વ્યસન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને આવી રીતે વ્યસન કરવું ન જોઇએ. પીડિતાના પતિને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ જેથી પીડિતાના પતિ તેમની ભુલ સ્વીકારી અને હવે પછી તેમની પત્નીને હેરાન નહીં કરે. તેમજ તેમની તમામ જવાબદારી પુરી કરશે અને અપશબ્દો નહીં બોલે તેવું જણાવેલ. તેથી પતિ અને પત્ની સાથેના સમસ્યાનુ સુખદ નિરાકરણ કરી તેમનો ઘર સંસાર તુટતા બચાવ્યો હતો તેથી પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags :
abhayam teamgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement