ડ્રાઈવરનો ઓવરટાઈમ અને કિ.મી.નો ટાર્ગેટ ચાર મોત માટે જવાબદાર
વાર્ષિક 70 હજાર કિલોમીટર એક ઈલેક્ટ્રિક બસ ફરજિયાત દોડાવવાનો નિયમ નહીં તો એજન્સીને લાગે છે પેનલ્ટી
પેટા એજન્સીને જવાબદારીવાળુ કામ સોંપવું કે નહીં તે અંગે ફેરવિચારણા હાથ ધરાશે અને નવો નિયમ તમામ પ્રોજેક્ટોને લાગુ થાય તેવી સંભાવના
શહેરના ઈન્દિરા સર્કલ ખાતે ગઈકાલે મહાનગરપાલિકાની સીટી બસે ચાર નિર્દોષ જીંદગી છીનવી લેતા હવે તમામ ક્ષેત્રે તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે. અને જવાબદારીની ફેંકા ફેકી કરવાનો સીલસીલો ફરી એક વખત શરૂ થઈ ગયો છે અકસ્માત માટે જવાબદાર કોણ તે હજુ સુધી નક્કી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે પરંતુ ઈલેક્ટ્રીક સીટીબસના કોન્ટ્રાક્ટમાં મુકવામાં આવેલ શરતો મુજબ વાર્ષિક 70,000 કિ.મી. પુરા કરવા માટે બસને વધુ સ્પીડે દોડાવી કિલોમીટરનો ટાર્ગેટ પુરો કરવામાં આવી રહ્યાનું તેમજ ડ્રાઈવર ઓવરટાઈમ કરતા હોવાથી અકસ્માતના બનાવો વધતા હોવાનું ટ્રાન્સ્પોર્ટ વિભાગમાંથી જાણવા મળેલ છે.
સીટીબસ અકસ્માતમાં અનેક થીયરી ઉપર તપાસ આરંભવામાં આવી છે. સરકાર દ્વારા ઈલેક્ટ્રીક સીટીબસ કોર્પોરેશનને ફાળવાઈ છે. જેમાં કિલોમીટર દિઠ રૂા. 36 સરકારની ગ્રાન્ટ અને 17 રૂપિયા કોર્પોરેશન ભોગવી રહ્યું છે. એક બસ દરરોજ 194 કિ.મી. ચલાવવી ફરજિયાત છે. જેના આધારે જ ગ્રાન્ટ મળવા પાત્ર છે. જેનો નિયમ એજન્સીને લાગુ કરવામાં આવ્યો છે. પ્રાઈવેટ વાહનોમાં મીટર લગાવી ફુલ સ્પીડથી વાહન ચલાવવામાં આવે જેના લીધે કિલોમીટર ઝડપથી વધતા હોય છે. તેવું જાણકારો કહી રહ્યા છે. આથી એક ઈલેક્ટ્રીક બસનું વાર્ષિક 70,000 કિલોમીટરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે પૂર્ણ ન થાય તો એજન્સીને પેનલ્ટી લાગે છે જે બચાવવા માટે એજન્સી દદ્વારા સ્પીડમાં બસ ચલાવવામાં આવતી હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેવી જ રીતે સીટીબસના ડ્રાઈવર માટે શિફ્ટ નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીની એક શિફ્ટ હોય છે. ત્યાર બાદ નવો ડ્રાઈવર આ બસમાં નોકરી ઉપર ચઢે તેવો નિયમ અમલમાં છે. છતાં ડ્રાઈવરની ઘટ હોવાના કારણે ઓવરટાઈમ કરાવવામાં આવતો હોવાનું ખુલવા પામયું છે. જેના લીધે 8 કલાક સતત ટ્રાફિકમાં બસનું ડ્રાઈવીંગ કર્યા બાદ ડ્રાઈવરની મનોસ્થિતિ વધારાના આઠ કલાક બસ ચલાવવાની રહેતી ન હોય આગલા દિવસે ઓવરટાઈમ કરનાર ડ્રાઈવર બીજા દિવસે બસ ચલાવે તો અકસ્માતનો પ્રમાણ વધી જતું હોય છે. આમ ડ્રાઈવરનો ઓવરટાઈમ અને કિલોમીટરનો ટાર્ગેટ અકસ્માતોના વધારામાં કારણભૂત હોવાનુ ંપ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
મનપાના ટ્રાન્સ્પોર્ટ વિભાગમાંથી પ્રાપ્ત થયેલવિગત મુજબ અકસ્માત બાદ બસનો એફએસએલ રિપોર્ટ અને ડ્રાઈવરનું નિવેદન નોંધવાું હજુ પણ બાકી છે. જે આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે અને જવાબદારો સામે પગલા લેવાશે ડ્રાઈવર આજે ભાનમાં આવી જતાં બપોરે તેની પુછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. સીટીબસ ચલાવતા ડ્રાઈવરોને દરરોજ ચાર ટ્રીપમાં 8 અપડાઉન કરવાના હોય છે અને એક જ રૂટ ઉપર આ અપડાઉન થાય છે. છતાં ટ્રાફિકના લીધે આઠ કલાકમાં ડ્રાઈવરની માનસીક સ્થિતિ ખરાબ થઈ જતી હોવાનુંં પણ જાણવા મળેલ છે. આથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા રોજના કિલોમીટરોનો ટાર્ગેટ પુરો કરવામાં એજન્સી દ્વારા બસ વધુ સ્પીડે ચલાવાતી હોવાનું પણ જાણવા મળેલ છે. જેના લીધે ગઈકાલે સિગ્નલ ઉપર ઉભેલી સીટીબસને સ્પીડથી દોડાવામાં આવી હતી. તેવું લાગી રહ્યુ છે.
હવેથી દર સપ્તાહે ફિટનેશ ટેસ્ટ અને લાયસન્સ ચેક કરાશે
સીટીબસ અકસ્માતમાં ડ્રાઈવરના લાયસન્સની વેલીડીટી પૂર્ણ થયાનું બહાર આવ્યું છે. અને દર ત્રણ માસે ડ્રાઈવરનો ફિટનેસ ટેસ્ટ કરવાનો નિયમ ચાલુ ન થયેલ તે પણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે એજન્સી દ્વારા હવેથી દર સપ્તાહે તમામ ડ્રાઈવરોના લાયસન્સની વેલીડીટી પણ ચેક કરવામાં આવશે અને આ તમામ વિગતનો રિપોર્ટ મનપાના સીટીબસ વિભાગના અધિકારીને સુપ્રત કરવાનો રહેશે. જેની અમલવારી કરવા માટે એજન્સીને આજે સુચના આપી દેવામાં આવી છે.
તંત્ર જાગ્યું: સિટી બસની સ્પિડ ઘટાડાશે
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દોડાવવામાં આવતી સીટીબસ અને સીએનજી બસની સ્પિડ લીમીટ નક્કી કરવામા આવી છે. સરકારના નોમ્સ મુજબ સીએનજી બસની લિમિટ પ્રતિ કલાક 40 કિ.મી. અને ઈલેક્ટ્રીક બસની પ્રતિ કલાક 50 કિ.મીની રાખવામાં આવી છે. પરંતુ આ નોમ્સ મોટા સીટીના આધારે નક્કી કરવામાં આવેલ હોય તેવું હવે મનપાના અધિકારીઓ જણાવી રહ્યા છે. રાજકોટ શહેરના દબાણગ્રસ્ત રસ્તાઓ ઉપર 50ની સ્પિડે વાહન ચલાવવું અશક્ય છે તેવું હવે તંત્રને લાગી રહ્યું છે આથી બસ 50 કિ.મી.થી ઓછી સ્પિડે ચલાવવામાં આવે તો ક્યા પ્રકારની મુશ્કેલીઓ આવે અથવા સીટીબસમાં વધુ પેસેન્જર હોય ત્યારે ઓછી સ્પીડની લીમીટ નક્કી કરાય તો બસ ચલાવવામાં મશુક્ેલી પડે કે કેમ તે સહિતનો ટેક્નિકલ અભિપ્રાય ટેક્નિશીયન પાસેથી માગવામાં આવ્યો છે. અને તેના આધારે આગામી દિવસોમાં સીએનજી બસ અને ઈલેક્ટ્રીક બસનીસ્પીડ ઘટાડવામાં આવશે.
એજન્સીના રૂા. 10 કરોડનું બીલ અટકાવાયું
સીટીબસ અકસ્માતમાં અળગ અલગ થીયરી મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રાઈવરનું લાયસન્સ રિન્યુ ન થયાનું તેમજ બસની સ્પીડ હોવા સહિતના મુદ્દે એજન્સીને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહીછે. હાલ તપાસ ચાલુ હોય કોઈ વિરુદ્ધ હજુ સુધી પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ થોડા સમય પહેલા ઈલેક્ટ્રીક સીટી બસની સપ્લાય મોડી થતાં એજન્સીના રૂા. 8 કરોડ અટકાવવામાં આવ્યા હતાં અને હવે ગઈકાલના અકસ્માત બાદ માર્ચ માસનું પેેમન્ટ રૂા. 1.5 કરોડથી વધુ કરવાનુ થાય છે. જે સહિતની રકમ હાલ અટકાવી દેવામાં આવી છે. અને તપાસ પૂર્ણ થયા બાદ એજન્સીને પેમેન્ટ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.