કેવડાવાડીમાં કારચાલક નબીરાએ 3 વાહનોને ઉલાળ્યા: બે ઘવાયા
04:01 PM Jan 04, 2025 IST
|
Bhumika
Advertisement
ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી
Advertisement
શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવતા નબીરાઓ અવાર-નવાર અકસ્માત સર્જતા રહે છે.ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. કેવડાવાડીમાં પૂર ઝડપે આવતા કાર ચાલક નબીરાએ 3 વાહનને ઉલાળ્યા હત. જેમાં સ્કૂટર સવાર બે લોકોને ઇજા થઇ હતી. કેવડાવાડી મેઇન રોડ પર આજે સવારે પૂરઝડપે આવતી કારના ચાલકે બેફિકરાઇથી વાહન ચલાવી ત્રણ સ્કૂટરને ઠોકરે ચડાવી અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્કુટર સવાર બે લોકોને ઇજા થતા હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાના સીસીટિવિ ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં રસ્તો સાંકડો હોવા છતા કારચાલક નબીરો પૂરઝડપે કાર ચલાવતો નજેર પડી છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Next Article
Advertisement