For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દર 3 મહિને ડ્રાઇવરના ફિટનેસ ટેસ્ટના નિયમોનો ઉલાળિયો

05:48 PM Apr 16, 2025 IST | Bhumika
દર 3 મહિને ડ્રાઇવરના ફિટનેસ ટેસ્ટના નિયમોનો ઉલાળિયો

Advertisement

એસ.ટી.ની રોજ 400 બસ શહેરમાંથી પસાર થાય છે છતાં છ માસમાં એક પણ અકસ્માત નહીં, સિટી બસોનો છાસવારે આતંક

ત્રણ મહિના પહેલાં બનાવેલો નિયમ ફાઇલમાં જ દબાઇ ગયો, જવાબદાર કોણ?

Advertisement

શહેરમાં આજે સવારે બેફામ દોડતી સિટીબસે ચાર નિર્દોષ જીદંગી છીનવી લીધી જેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. આ પ્રકારના બનાવો બન્યા બાદ કોર્પોરેશન દ્વારા કડક નિયમો બનાવવામાં આવતા હોય છે. જેમાં તાજેતરમાં રેલનગરમાં સિટી બસના ડ્રાઇવરને ચાલુ બસે એટેક આવ્યા બાદ મોટી દુર્ઘટના ટળી હતી. તે વખતે કોર્પોરેશનને સિટીબસના ડ્રાઇવરના ફિટનેસ અંગેના નિયમો બનાવી તેની અમલવારી કરવાની જાહેરત કરેલ આ તમામ નિયમો આજ સુધી ચોપડે રહી ગયેલા હોય નિયમોનો ઉલાળ્યો થતા આજે ગમખ્વાર દુર્ઘટના ઘટી હોવાનું ચર્ચા રહ્યું છે. છતા તંત્રએ ફરી વખત આ ઘટનાની તપાસના આદેશ આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.

ઇન્દિરા સર્કલ ખાતે ઘટેલ આજની દુર્ઘટનામાં ડ્રાઇવરને કસુરવાર સમાજવામાં આવ્યો રહી છે. પરંતુ સિટીબસના ડ્રાઇવરો માટે થોડા સમય પહેલા ફિટનેસ ટેસ્ટ સહિતના નિયમો બનાવામાં આવેલ તેની અમલવારી આજ સુધી શરૂ કરવામાં આવી નથી તેમજ એસટી વિભાગના નિવૃત ડ્રાઇવરોને સિટીબસમાં ડ્રાઇવરની ફરજ સોંપવામાં આવશે તેમ પણ જણાવેલ છતા અનેક સિટીબસમાં આજે એજન્સીના માનીતાઓના ખાનગી ડ્રાઇવરો બેફામ બસ ચાલવતા હોવાનું આજે બહાર આવ્યુ છે. સિટીબસના અનેક અકસ્માતો થઇ રહ્યા છે. જેની સામે રાજકોટ શહેરમાંથી દરોજ 400થી વધુ એસટી બસ પસાર થઇ રહી છે અને આ તમામ બસ અલગ-અલગ રૂટ ઉપર દોડતી હોવાથી શહેરના મોટાભાગના ભીડભાડ વાળા રોડ ઉપર થી પસાર થાય છે. છતા આજ સુધી એસટી બસનો એક પણ અકસ્માત નોંધાયો નથી જેની સામે તાજેતરમાં મુકવામાં આવેલ નવી નકોર સિટીબસ દ્વારા અવાર-નવાર અકસ્માતો થઇ રહ્યા છે. જેની જાણકારી તંત્રને હોવા છતા આજ સુધી પગલા લેવામાં આવ્યા નથી. આથી આજના અકસ્માતની જવાબદારી કોણ લેશે ? તે અંગે પણ ચર્ચા જાગી છે.

આજની દુર્ઘટના બાદ વર્ષોથી સાઇડ લાઇન કરેલા અમુક તસ્ટથ કર્મચારીઓના જણાવ્યા મુજબ સિટીબસનું સંચાલાન દિલ્હીની એજન્સીને સોંપવામાં આવ્યા બાદ પેટા કોન્ટ્રાકટથી રાજકારણીઓના માનીતાઓને કામ સોંપાયુ છે. જેના લીધે ટોકવા વારું કોઇ ના હોય ડ્રાઇવરો બેફામ બન્યા હોવાની પણ ચર્ચા જાગી છે. ત્યારે આ બનાવની તપાસ બાદ પણ એજન્સીનું વાળ વાકો નહી થાય તેવુ લોકો અત્યારથી કહી રહ્યા છે.

સહાયની રકમ કોણ ભોગવે? કમિશનરના ગલ્લાં તલ્લાં
સિટીબસ દુર્ધટનામાં કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ જારી કરી મૃતકો અને ઇજાગ્રસ્તોને સહાયની પણ જાહેરાત કરી છે. બનાવની ગંભીરતા સમજી અને લોકોનો આક્રોશ ઠારવા માટે મનપાન પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય અને કમિશનર, ડે.કમિશનર સહિતનાએ ઇમજન્સી મીટીંગ યોજી મૃતકોના પરિવારને રૂ.15 લાખ તથા ઇજાગ્રસ્તોને રૂા.2 લાખની સહાય તુંરત જાહેર કરી દીધી પરંતુ આ બાબતે સહાયની રકમ કોણ ભોગવશે તેવુ પુછતા મ્યુ.કમિશનરે ગલ્લા તલ્લા કરી હાલતો અમે પૈસા ચૂકવી દેશુ પછી જોયુ જશે તેવો જવાબ આપ્યો હતો. જેના લીધે ટેન્ડરમાં શું શરતો હોય તેની જાણકારી મ્યુ.કમિશનરને ન હોવાનુ સાબિત થયુ હતુ અને એજન્સીને ફરી વખત છટક બારીનો લાભ મળી જશે તેવુ લાગી રહ્યું છે.

ફરી તપાસની પીપુડી વગાડાઇ
ઇન્દિરા સર્કલ ખાતે ચાર નિર્દોષનો ભોગ લેનાર સિટીબસ દુર્ધટનામાં પણ તપાસ કરવાના આદેશ કમશિનર અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. દર વખતે દુધર્ટના સર્જાયા બાદ તપાસના આદેશ અપાય છે. પરંતુ તપાસનો રિપોર્ટ કયારેય જાહેર કરાતો નથી તેમજ મનપાના ઇતિહાસમાં ટીઆરપી ગેમઝોન સિવાય એક પણ દુર્ધટનામાં જવાબદારો સામે પગલા લેવાયા નથી આ તંત્ર એ ફરિવખત દુર્ધટનાની તપાસની પીપુડી વગાડી આ ઘટનામાં બસની બ્રેક ફેઇલ હતી કે કેમ તે માટે બસને એફએસએલ તપાસમાં મોકલવામાં આવી છે. તથા તથા ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે કેમ તે જાણવા માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ સિસીટીવી ફુટેજના આધેરે પણ તપાસ હાથ ધરાશે અને જેની જવારબદારી સાબીત થશે તે અધિકારી અથવા એજન્સીના માણસો વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવશે તેમ જણાવી તંત્રએ આ દુધર્ટનાને ઢાકી દેવાનો પ્રયાસ કર્યો હોય તેવુ લાગી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement