For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

150 ફૂટ રિંગ રોડ ઉપર બાઇક અકસ્માતમાં ચાલકનું મોત

05:23 PM Mar 18, 2024 IST | Bhumika
150 ફૂટ રિંગ રોડ ઉપર બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
  • પુષ્કરધામમા પ્રૌઢાએ બેભાન હાલતમાં દમ તોડ્યો

શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર પુનિતનગરના પાણીના ટાંકા પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બાઇક ચાલક વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા ખોડાભાઇ ટપુભાઇ કાકડીયા નામના 65 વર્ષના વૃદ્ધ પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા. ત્યારે દોઢ સો ફૂટ રીંંગ રોડ ઉપર આવેલા પુનિતનગરના ટાંકા પાસે પહોંચતા વૃદ્ધે ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયું હતું. બાઇક અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નિવડે તે પૂર્વેજ ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ ઘટના અંગે તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક ખોડાભાઇ કાકડીયા બે બહેનોના એકના એક ભાઇ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં પુષ્કારધામ મેઇન રોડ ઉપર આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા મીનાક્ષીબેન રમેશભાઇ વાગડીયા નામના 57 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતા. પ્રૌઢાને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. ઉપરોક્ત બંન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement