ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેરના ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતા ચાલકનું મોત

01:53 PM Dec 08, 2025 IST | Bhumika
Advertisement

ગોંડલ પંથકમાં પરિણીતા અને યુવાનનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત

Advertisement

વાંકાનેરમા રહેતો અને સીએનજી પંપમા નોકરી કરતો યુવાન નોકરી પરત નાસ્તો લેવા જતો હતો ત્યારે યુવકનાં બાઇક સાથે સામેથી આવતુ બાઇક ધડાકાભેર અથડાયુ હતુ . જે બાઇક અકસ્માતમા ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમા આવેલ ગાયત્રી મંદિરની બાજુમા રહેતા કેતન ખીમાભાઇ રાઠોડ નામનો ર6 વર્ષનો યુવાન રાત્રીનાં બારેક વાગ્યાનાં અરસામા બાઇક લઇ ઢુવા ચોકડી પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે સામેથી આવતા બાઇક સાથે અકસ્માત થયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો . જયા તેનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક તપાસમા મૃતક યુવાન બે ભાઇમા મોટો અને અપરણીત હતો સીએનજી પંપમા નોકરી કરતો યુવાન નાસ્તો લેવા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમા ગોંડલમા ખેત મજુરી અર્થે આવેલી નીર્મલાબેન તુકારામ (ઉ. વ. ર6 ) અને પીપળીયા ટોકનાકા પાસે રહેતા વિમલ ચંદ્રકાંત માંડવીયાની પોત પોતાનાં ઘરે બીમારી સબબ તબીયત લથડતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsWankanerWankaner news
Advertisement
Next Article
Advertisement