મોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોત
મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ટ્રક પાછળ સીએનજી રીક્ષા ઘુસી જતા રિક્ષાચાલક કાકાનું મોત થયું હતું અને ભત્રીજાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચાલવી છે.
મોરબી નવલખી રોડ લાયન્સનગરના રહેવાસી ગોપાલભાઈ દુલાભાઈ દેલવાણીયા (ઉ.વ.45) વાળાએ અશોક લેલન્ડ ટ્રક જીજે 32 વી 8689 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 10 ના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યે ફરિયાદીના નાણા ભાઈ પ્રતાપભાઈ અને તેમના ભત્રીજા નીલેશ દેલવાણીયા બંને રીક્ષા જીજે 36 ડબલ્યુ 9635 લઈને મોરબીથી છતર ચિપ્સ કારખાનામાં કામ કરતા કારીગરોને તેડવા જતા હતા અને મીતાણા ઓવરબ્રિજ રોડ પર ટ્રક રાત્રીના સમય બંધ હાલતમાં પડ્યો હતો.જેમાં કોઈ આડશ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના બંધ હાલતમાં પડેલા ટ્રક પાછળ રીક્ષા અથડાઈ હતી અકસ્માતમાં ફરીયાદીના ભાઈ પ્રતાપભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ભત્રીજા નીલેશને શરીરે મુંઢ ઈજા અને માથામાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.