રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં નાટકીય વળાંક: પોલીસ સી સમરી ભરે તે પૂર્વે બલ્ગેરિયન યુવતી કોર્ટમાં હાજર
- પોલીસ સામે ઉઠાવેલા સવાલો, ફરિયાદમાંથી નામો કાઢી નાખવામાં આવ્યાનો અને તથ્યો છુપાવાયા હોવાનો આક્ષેપ
ગુજરાતભરમાંથી ભારે ખળભળાટ મચાવનાર કેડીલા ફાર્માના મેનેજીંગ ડિરેકટર રાજીવ મોદીને સંડોવતા કથિત દુષ્કર્મ કેસમાં લાંબા સમયથી ગાયબ થઇ ગયેલી બળાત્કારનો આરોપ મુકનાર બલ્ગેરિયન યુવતી આજે અચાનક નાટકીય ઢબે પ્રગટ થઇ હાઇકોર્ટમાં હાજર થઇ છે.આ ચકચારી કેસમાં પોલીસ સમક્ષ યુવતી હાજર નહીં થતા પોલીસે અગાઉ કોર્ટમાં એ સમરી ભરી હતી અને યુવતી મળી આવતી નહીં હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ આ કેસમાં આજે કોર્ટ સમક્ષ પોલીસ સી સમરી ભરે તે પહેલા યુવતી હાઇકોર્ટ સમક્ષ હાજર થઇ જતા કેસમાં નવો જ વળાંક આવ્યો છે.
કોર્ટ સમક્ષ હાજર થયેલી બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું હતું કે, મને પોલીસે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવા માટે મોકલી હતી. પણ મને એ નથી સમજાતું કે રાજીવ મોદીનો મેડિકલ ટેસ્ટ કેમ કરવામાં નથી આવ્યો. મારા અમુક પ્રશ્નો છે, ખાસ કરીને સોલા પોલીસ સ્ટેશનથી, કે કેમ એ લોકોએ મારી કમ્પ્લેન કટ કરી નાખી. મેં સાત એક્યુસના નામ આપ્યા હતા, પણ એ લોકોએ છ જ એક્યુસના નામ લખ્યા. મારે જાણવું છે કે મારી હ્યુમન ટ્રાફિકની કમ્પ્લેન ક્યાં લખવામાં આવી છે? કેડીલાના લીગલ અને એમ્પ્લોય બોર્ડના હેડનું નામ ક્યાં છે? કમ્પ્લેનમાં એસીપી મહિલા હિમાલા જોશીનું નામ ક્યાં છે?
ગુજરાત પોલીસ તરફથી મને એક જ સમન્સ મળ્યું છે. પોલીસે એમ કહે છે કે, આ કેસમાં એવિડન્સ નથી. મેં તેમને એવિડન્સના લિસ્ટનો થપ્પો આપ્યો છે, પણ એમાંથી એક પણને બોલાવવામાં આવ્યો નથી. મારે એ જાણવું છે કે, એવિડન્સ ભેગું કરવાનું કામ પોલીસનું છે તે મારે કેમ કરવું પડે છે? શું બધું પૈસા માટે જ છે? મારે પૈસા નથી જોતા. મારે જોઈએ છે કે આ દેશમાં શું એક એવો પોલીસ ઓફિસર છે કે જે મારું કેસ ઇન્વેસ્ટિગેટ કરશે.વધુમાં બલ્ગેરિયન યુવતીએ જણાવ્યું કે, હું બલ્ગેરિયાની નહોતી ગઈ પણ જીનીવા ગઈ હતી. યુનાઇટેડ નેશનમાં મારો કેસ દાખલ કરવા. હવે હું પાછી આવી છું અને અહીં રહીને જ લડત આપીશ. તેઓએ મારો ફોન પણ લઈ લીધો છે, જેમાં રાજીવ મોદીના ઇન્ટિમેટ મસાજના વીડિયો છે. અમારા એક વિટનેસને ધમકી મળી છે. હું યુરોપથી આ કેસની તપાસ માટે કોઈને ના લાવી શકું, આ દેશની અદાલતો મને ન્યાય અપાવશે. મારી હત્યાની કોશિશ થઈ હતી. ઉબેર કાર ડ્રાઈવરે મને અવાવરૂૂ જગ્યાએ ઉતારી દિધી હતી. અગોરા મોલમાં બે લોકો મારો પીછો કરતા હતા.
ફરીયાદીના એડવોકેટ રાજેશ મિશ્રાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટ જતા હતા, ત્યાં રાત્રે 9.30 કલાકની આસપાસ અમારા કેસમાં સમરી ભરાઈ હોવાની માહિતી મળી. અમે જઈના સિનિયર એડવોકેટની સલાહ લીધી. તેમને કહ્યું કે, પોલીસે જે પુરાવા એકત્ર કર્યા છે તેને મેળવો. પોલીસે 80થી 100 લોકોના નિવેદન લીધા છે તે કોણ છે? એક વર્ષ પહેલાં કેડીલામાં કામ કરતો સ્ટાફ આજે બદલાઈ ચૂક્યો હતો. અમે ઉંઈઙને તે વખતના સ્ટાફનું લિસ્ટ પણ આપ્યું હતું. પોલીસે અ સમરી ભરીને માન્યું છે કે કેસ સાચો છે, પરંતુ પૂરતા પુરાવા નથી. પીડિતાનું ઈિાભ 164 મુજબનું નિવેદન અને મેડિકલ ટેસ્ટ કરાયો છે. અગોરા મોલમાં હુમલા પહેલા બે વખત પોલીસ સામે સ્ટેટમેન્ટ આપવાની વાત થઈ હતી, ત્યાર બાદ કોઈ નોટિસ મળી નથી. યુવતી પોતાનો જીવ બચાવવા ગાયબ થઈ હતી. અમે મેજિસ્ટ્રેટ સમક્ષ અ સમરી સામે વાંધો લઈશું. ફરી તપાસની માગ કરીશું. ત્યાર બાદ હાઇકોર્ટમાં ઈઇઈં તપાસ અને હાઇકોર્ટ ના માને તો જઈમાં ઈઇઈં તપાસની માગ કરીશું. આ કેસમાં સાહેદોને હોસ્ટાઇલ કરવા પ્રયત્ન કરાઇ રહ્યા છે. 1થી 2 સાહેદો હોસ્ટાઇલ થઈ પણ ગયા છે. સાહેદોને પોલીસ પ્રોટેક્શનની જરૂૂર છે. પોલીસે યોગ્ય સમયે વિટનેસ તપાસ્યા નથી. ઈંઙઈ 376ની ફરિયાદમાં પોલીસ આરોપીને નિવેદન લઈ છોડી મૂકે તેવું પહેલી વખત જોયું છે. ગુજરાત પોલીસ સાહેદોની માહિતી આરોપીને આપે છે જે સાહેદોને ધમકાવે છે.