રૂડાની વાજડી ગઢ-વેજાગામ ટીપી નં.80નો મુસદ્દો જાહેર
યોજના વિસ્તારમાં સમાવેશ થતા તમામ જમીન માલિકોએ આવતીકાલે રૂડા કચેરીએ ઉપસ્થિત રહેવા સૂચના
રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા બાકી રહેગી ગયેલી ટીપી સ્કીમના ડ્રાફટ તૈયાર કરી મુસદ્દો જાહેર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વાજડી ગઢ-વેજાગામ ટીપી સ્કીમ નંબર 80નો મુસદ્દો જાહેર કરી આ યોજના વિસ્તારમાં સમાવેશ થતા તમામ જમીન માલીકોને ટીપીને લગતુ તમામ સાહિત્ય અને વિગતો સમજાવા માટે આવતીકાલે તા.5-3 બુધવારના રોજ રૂડા કચેરી ખાતે સવારે 11થી 1 હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.24-10-2024ની બોર્ડ બેઠક નં. 174ના ઠરાવ નં.1998થી અધિનિયમ-1976ની કલમ-41(1) હેઠળ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-1979ના નિયમ-16 હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં. 80(વેજાગામ-વાજડી ગઢ)નો 1 રૂૂડાએ બનાવવા ઈરાદો જાહેર કરેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41(1)ની જોગવાઈ હેઠળ સદરહું યોજના નં. 80(વાજડી ગઢ-વેજાગામ)નો સૂચિત મુસદો ઘડીને યોજનાની જોગવાઈઓ પાર પાડવા માટેના નિયમોને આનુસાંગિક યોજનાનો મુસદો ઘડવામાં આવેલ છે. પ્રસ્તુત સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં. 80(વેજાગામ-વાજડી ગઢ)માં નીચે પ્રમાણેના રેવન્યુ સર્વે નંબરો સમાવેશ થાય છે. મોજે: વેજાગામ: 44પૈકી, 45/1/પૈકી, 45/2/પૈકી, 46 પૈકી, 47/પૈકી, 48/1/પૈકી, 48/2/પૈકી, 49, 50/1/પૈકી, 50/2/પૈકી, 51,52/1/પૈકી, 52/2/પૈકી, 53, 54, 55/1/પૈકી, 55/2, 56/1/પૈકી, 56/2, 56/3, 57/1, 57/2, 57/3, 57/4, 58, 59/પૈકી, 60/1/પૈકી, 60/2/પૈકી, 61/પૈકી, 64/પૈકી, 65, 66/1, 66/2, 67/1/પૈકી, 67/2, 68 તથા સરકારની માલિકીના રે.સર્વે નં.134/પૈકીની ખરાબાની જમીન. મોજે: વાંજડી ગઢ સર્વે નં.: 116/પૈકી, 117/પૈકી, 118/પૈકી તથા સરકારની માલિકીના રે.સર્વે નં. 124/પૈકીની ખરાબાની જમીનનો સમાવેશ થાય છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-1979ના નિયમો-17ની જોગવાઈ હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં. 80(વેજાગામ-વાજડી ગઢ)ના મુસદાની સૂચિત દરખાસ્તોની સમજણ આપવા તથા સલાહ સૂચનો મેળવવા માટે યોજના વિસ્તારમાં સમાવેશ થતા તમામ જમીનના માલિકો તથા હિત સબંધ ધરાવતા વ્યક્તિઓને વ્યક્તિગત નોટીસ આપવામાં આવેલ છે.
તેમ છતાં સરનામાના અભાવે કે અન્ય કોઈ કારણોસર સબંધિત વ્યક્તિઓને ઉક્ત નોટીસ મળેલ ન હોય તો પણ ઉપરોક્ત યોજના વિસ્તારના જમીન માલિકોએ નીચેની વિગતે સ્થળે, સમયે અને તારીખે જમીનોના માલિકોની સભામાં ઉપસ્થિત રહેવા આથી જાણ કરવામાં આવે છે.
39 સરવે નંબરનો ટીપીમાં સમાવેશ
વાજડી ગઢ-વેજાગામ ટીપી 80ના રેવન્યુ સર્વે નંબર 44પૈકી, 45/1/પૈકી, 45/2 પૈકી, 46 પૈકી, 47/પૈકી, 48/1/પૈકી, 48/2/પૈકી, 49, 50/1/પૈકી, 50/2/પૈકી 51, 52/1/પૈકી, પ2/2/પૈકી, 53, 54, 55/1/પૈકી, 55/2, 56/1/પૈકી, 56/2, 56/3 57/1, 57/2, 57/3, 57/4, 58, 59/પૈકી, 60/1/પૈકી, 60/2/પૈકી, 61/પૈકી, 64/પૈકી 65, 66/1, 66/2, 67/1/પૈકી, 67/2, 68, 116/-પૈકી, 117/પૈકી, 118/પૈકી, સરકારની માલિકીના રે.સર્વે નં.134/પૈકી અને સરકારની માલિકીના રે.સર્વે નં.124/પૈકી સહિતના જમીનોના માલિકોએ રૂડા કચેરીએ હાજર રહેવુ.