એઇમ્સના એક્ઝિકયુટિવ ડિરેક્ટરનો ચાર્જ સંભાળતા ડો.એલ.એન.દોરૈરાજન
રાજકોટના એઇમ્સ ડિરેક્ટર પદે ડો.દોરારાજનની નિમણૂક બાદ આજે રાજકોટ આવી અને ચાર્જ સાંભળ્યો હતો એઇમ્સ દ્વારા ડો.એલ.એન. દોરૈરાજનનું સ્વાગત કરાયું હતું. ડો.એલ.એન. દોરૈરાજન હાલ પુડુચેરીની જીપમર, (JIPMER) (જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) હોસ્પિટલમાં યૂરોલોજી વિભાગમાં પ્રોફેસર અને (હોસ્પિટલ મેડિકલ સુપ્રિડેન્ટ)ની પોસ્ટ પર ફરજ બજાવતા હતા ડો.એલ.એન. દોરૈરાજન દર્દીની સંભાળ અને હોસ્પિટલ સેવાઓ માટે તેઓ યુરેથ્રોપ્લાસ્ટીમાં નિષ્ણાત તરીકે માન્યતા પ્રાપ્ત સર્જન છે અને 1999માં JIPMERમાં જોડાયા હતા.
ડો.દોરૈરાજન એક પ્રશંસનીય સર્જન તરીકે જાણીતા છે, જે સ્ટ્રિકચર રોગ માટે યુરેથ્રોપ્લાસ્ટીમાં નિષ્ણાત છે. જાન્યુઆરી 2021માં, તેમને આજ સુધી JIPMERના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલયે પહેલા ડેપ્યુટી ડાયરેક્ટર, પ્રેસિડેન્ટ,અને હવે નવનિયુક્ત ડિરેક્ટર આપીને એઈમ્સ રાજકોટ,સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આરોગ્ય સેવાની નવી ઊંચાઇ સાથે અને ઉત્થાન આપવા પ્રયાસો હાથ ધર્યા છે.