ધોરાજીમાં ડો. માંડવિયા વિરોધી પોસ્ટરો અંગે ભાજપની ચૂંટણી પંચમાં ફરિયાદ
પોરબંદર લોકસભા મતવિસ્તારમાં આવતા ધોરાજી, ઉપલેટા અને સેવંત્રા ગામમાં ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા વિરુદ્ધ લગાવવામાં આવેલા પોસ્ટર મામલે અંતે ભાજપ સક્રિય થયું છે. અને આ અંગે ભાજપ દ્વારા ચૂંટણી પંચ તથા રાજકોટ કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને દરેક પક્ષે ઉમેદવાર જાહેર થઈ ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટી એ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાને પોરબંદર લોકસભાના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ખૂબ જ સક્ષમ અને સંગઠનાત્મક દૃષ્ટિએ કુશળ તેમજ પોરબંદર મતવિસ્તાર સાથે લાંબો સેવાકીય નાતો ધરાવનાર ડો.માંડવીયાની ઉમેદવારીથી વિરોધપક્ષના પેટમાં તેલ રેડાયું હોય નિરાશામાં ધકેલાયને કોંગ્રેસના ઉમેદવાર તરફી અને ભાજપ વિરોધી તત્ત્વો દ્વારા પોરબંદર મતવિસ્તારમાં આવતા ધોરાજી શહેરમાં ભાજપના ઉમેદવારને નુકશાન થાય તેવા બેનર્સ લગાડીને આદર્શ આચાર સંહિતાનો જાહેર માં ભંગ કર્યો છે.
આ અનુસંધાને પોરબંદર જિલ્લા ભાજપ ના પ્રમુખી રમેશભાઈ ઓડેદરા તેમજ લીગલ સેલ ના એડવોકેટ કેતન દાણી દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ માં જણાવાયું છે કે ધોરાજી માં વિવિધ સ્થળો એ ભાજપ ના ઉમેદવાર ને નુકશાન અને હરીફ ઉમેદવાર ને ફાયદો થાય એ રીત ના શબ્દ પ્રયોગો કરી ને ભાજપ ના ઉમેદવાર ની પ્રતિષ્ઠા ઓછી થાય તેવો પ્રયાસ કરી ને આદર્શ આચાર સંહિતા અને તેની ગાઈડ લાઈન નો સરેઆમ ભંગ કર્યો છે.આ બેનર માં લખાયેલા વાક્યો થી ઉમેદવાર ની પ્રતિષ્ઠા ઉપરાંત સામાજિક સોહાર્દ ને ગંભીર અસર ઉપરાંત ક્ષત્રવાદ ને પોષક શબ્દોનો ઉલ્લેખ કરી ગંભીર નુકશાન કરવા ના હેતુ સાથે બેનર્સ લગાડવા માં આવ્યા છે.
ધોરાજી શહેર માં લગાવેલા આ પોસ્ટર જાહેર મિલકત અને રેપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 ની કલમ 127 અ ની જોગવાઇ ઉપરાંત ઈંઙઈ કલમ 171ઇંનો ભંગ છે.એટલુજ નહિ ઉપરોક્ત બદઇરાદા સાથેનું બેનર નું ઠેર ઠેર લગાડવું વિગેરે ઈંઙઈ કલમ 120અ હેઠળનું હોય ત્વરિત કાયદાકીય પગલાં અત્યંત આવશ્યક છે.