ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટ્રાફિક શાખાના બીજા DCP તરીકે ચાર્જ સંભાળતા ડો. હરપાલસિંહ જાડેજા

05:06 PM Aug 26, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરની વધતી જતી ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાને લઇ સરકારે નવી ઉભી કરેલી ટ્રાફીક ડીસીપીની પોસ્ટ પર બીજા ડીસીપી તરીકે ડો. હરપાલસિંહ જાડેજાએ આજે ચાર્જ સંભાળ્યો છે ટ્રાફીકનાં પ્રથમ ડીસીપી પુજા યાદવની ડાંગ ખાતે બદલી થતા તેમનાં સ્થાને એસઆરપી ગ્રુપનાં કમાન્ડન્ટ ડો. હરપાલસિંહ જાડેજાને પોસ્ટીંગ અપાયુ હતુ. મુળ ધ્રોલ તાલુકાનાં ખીજડીયા ગામનાં વતની ડો. હરપાલસિંહ જાડેજાએ 7 વર્ષ સુધી જામનગરની જીજી હોસ્પીટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવી છે.

Advertisement

ટ્રાફિક શાખાનાં ડીસીપી તરીકે ચાર્જ સંભાળનાર ડો. હરપાલસિંહ જાડેજા તબીબ બન્યા બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમા ડીવાયએસપી તરીકે નીમણુંક પામ્યા હતા તેમણે અગાઉ ડીવાયએસપી તરીકે છોટા ઉદેપુર ત્યારબાદ જુનાગઢનાં માંગરોળ અને બાદમા રાજકોટ જીલ્લાનાં ગોંડલ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવ્યા બાદ તેમને એસપી તરીકેનુ પ્રમોશન મળતા એસઆરપી ગ્રુપ ગાંધીનગર અને ત્યારબાદ એસઆરપી ગ્રુપ વડોદરા ખાતે કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવી છે તાજેતરમા રાજય સરકાર દ્વારા 10પ આઇપીએસની બદલીનાં હુકમ કરવામા આવતા રાજકોટ ટ્રાફીક શાખાનાં ડીસીપી પુજા યાદવની આહવા ડાંગ ખાતે બદલી કરવામા આવી હોય અને તેમનાં સ્થાને વડોદરા એસઆરપી જુથનાં કમાન્ડન્ટ ડો. હરપાલસિંહ જાડેજાને પોસ્ટીંગ આપવામા આવ્યુ હતુ . આજે તેમણે ટ્રાફીક શાખાનાં બીજા ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્યો છે શહેરની વધતી જતી ટ્રાફીક સમસ્યાને લઇને નાગરીકોને ટ્રાફીક સમસ્યાનો ભોગ ન બનવુ પડે તેવા પ્રયાસો કરવામા આવશે તેમ ટ્રાફીક શાખાનાં ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.

Tags :
gujaratgujarat newsrajkot policerajkota
Advertisement
Next Article
Advertisement