For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય રેલવેમાં ટ્રેક મેઈન્ટેનર્સની નાઈટ ડ્યૂટી ડબલ કરો

05:18 PM Nov 26, 2024 IST | Bhumika
ભારતીય રેલવેમાં ટ્રેક મેઈન્ટેનર્સની નાઈટ ડ્યૂટી ડબલ કરો
Advertisement

રેલ કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્ર્નો બાબતે રેલવે મંત્રીને રૂબરૂ મળતું ભારતીય રેલવે મજદૂર સંઘનું પ્રતિનિધિ મંડળ

હાલના દિવસોમાં ભારતીય રેલવોમાં ટ્રેક મેઈન્ટન્ટરની એક જ કર્મચારી પાસે નાઈટ ડ્યૂટી પેટ્રોલીંગ કરાવાય છે. ત્યારે ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓએ તાજેતરમાં રેલવે મંત્રીને રૂબરૂ મળી નાઈટ ડયૂટી પેટ્રોલીંગ સિંગલને બદલે ડબલ કરવા સહિતના પ્રશ્ર્નોની ચર્ચા કરી હતી.

Advertisement

પશ્ચિમ રેલ્વે કર્મચારી પરિસંઘ (બીએમએસ) ના ઝોનલ સેક્રેટરી કિરણભાઇ ઓઝા, રાજકોટની યાદી જણાવે છે કે રેલ્વેમાં સુપિમ કોર્ટના ચૂકાદા મુજબ કાર્યરત બધા યુનિયનની ચૂંટણી દર પાંચ વર્ષે કરવી એમ આદેશ હોવાથી રેલ્વે વ્યવસ્થાપને રેલ્વેના તમામ ઝોન પર આગામી 4-5-6 ડીસેમ્બર, 2024 ના રોજ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની હોવાથી રેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવા બીએમએસ/બીઆરએમએસનું એક પ્રતિનિધિમંડળ, બીએમએસના ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઇઝિંગ રોકેટરી બી.સુરેન્દ્રનની આગેવાનીમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ભારતીય રેલ્વે કર્મચારીઓની ફરિયાદો સબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી.

પ્રતિનિધિ મંડળે રેલ્વે ટ્રેકમેન, એન્જિનિયરો, ચીફ લોકો ઇન્સ્પેકટર, રનિંગ સ્ટાફ, મહિલાઓ, એસસી/એસટી અને ઓબીસી કર્મચારીઓને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા અને મંત્રીને માંગણીઓનું ચાર્ટર સુપ્રત કર્યું હતું. બેઠક દરમિયાન જે મુખ્ય માંગણીઓ ઉઠાવવામાં આવી હતી તેમાં ટ્રેક મેઇન્ટેનર્શનાં જોખમ અને હાડમારી ભથ્થાની સુધારણા કરવા, એલડીસીઈ બધા માટે ખોલવું જોઇએ, તમામ ટ્રેડ મેઇન્ટેનર્શ માટે વહેલામાં વહેલી તકે પરક્ષકથ સાધનો પૂરા પાડવાં, નાઇટ ડયુટી પેટ્રોલિંગ સિંગલને બદલે ડબલ કરવામાં આવે, એસએસઈને ગ્રુપ ઇની સ્થિતિ વિવિધ શ્રેણીઓમાં સ્થિરતા દૂર કરવી અને પે લેવલ 7 સુધીનું સ્તર આપવા માંગણી કરાઈ છે આ ઉપરાંત આરએસી 1980 ના સૂત્ર મુજબ કિલોમીટરના ભથ્થાના દરોમાં સુધારો કરવા, કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓને પાયાની સુવિધાઓ પૂરી પાડવી વિ. માંગણીનો સમાવેશ થાય છે.

મંગેશ દેશપાંડે, સેક્રેટરી જનરલ બીઆરએમએસ, સંજીવ સિંહા, ડેપ્યુટી સેક્રેટરી જનરલ બીઆરએમએસ, અને કાલી કુમાર, સીડબલ્યુસી સભ્ય બીઆરએમએસ પ્રતિનિધિમંડળમાં ઉપસ્થિત રહ્યા હતાં.

મંત્રીએ આ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરી, હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને આ માંગણીઓના નિરાકરણ માટે વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી. પ્રતિનિધિમંડળ કર્મચારીઓની માંગણીઓનું નિરાકરણ કરવામાં ઊંડો રસ દાખવવા બદલ રેલવે મંત્રીનો આભાર માન્યો હોવાનું કિરણભાઈ ઓઝા અને ભા.મ.સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઈ દવેએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement