રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગરમાં ડબલ મર્ડર, ફાયરિંગમાં ઘવાયેલા બીજા ભાઇનું પણ મોત

04:53 PM Jul 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી બે માળિયા પાસે ગત 13 જૂન ના રોજ બે સગા ભાઈ ઉપર ફાયરિંગ થતા એકનું મોત નિપજ્યું છે અને એકને હોસ્પિટલ ખસેડાયેલ છે. ઈજાગ્રસ્ત ભાઈનું પણ આજે સારવા દરમિયાન મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પરીણમ્યો છે.

બનાવવાની વિગતો એવી છે કે ભાવનગર શહેરના જૂનીવિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત 13 જૂનના રોજ બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપર ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. ફાયરિંગના આ બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં નાશ ભાગ પહોંચી જવા પામી હતી. બનાવવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં કુલદીપસિંહ ઝાલા નું મોત નિપજ્યું હતું.જ્યારે ઋતુરાજસિંહ ને સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ.દરમિયાન ઇજાગ્રસ્ત ઋતુરાજસિંહ હું આજે સારવાર દરમિયાન 35 દિવસ બાદ મોત નીપજતા આ બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Tags :
bhavnagarbhavnagar newsdouble murdergujaratgujarat news
Advertisement
Advertisement