સાવરકુંડલામાં તારી સગાઇ અન્ય જગ્યાએ નહીં થવા દઉ યુવતીએ એસિડ પીધુ
સંબંધ રાખવાની ના પાડી છતાં યુવક પીછો મુકતો જ નહોતો
સાવરકુંડલા તાલુકાના કરજાળામા રહેતી એક યુવતીએ ગામના જ યુવકને પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવકે તારી સગાઇ અન્ય થવા નહી દઉં તેવી ધમકી આપતા યુવતીએ હાથ પર બ્લેડ મારી એસીડ પી લેતા સારવારમા ખસેડાઇ હતી.યુવતીએ હાથ પર બ્લેડ મારી એસીડ પી લીધાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના કરજાળામા બની હતી. અહી રહેતી એક 21 વર્ષીય યુવતીને ગામમા રહેતા જીજ્ઞેશ લાલજીભાઇ સુરેલા સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ યુવતીના પરિવારને થઇ જતા યુવતીએ યુવકને પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી.
જો કે તેમ છતા યુવકે તેની અવરજવર પર નજર રાખી પીછો કરી યુવતીના ભાઇને સોશ્યલ મિડીયામા ખોટા મેસેજ કરી તેમજ યુવતીની સગાઇ અન્ય થવા નહી દઉં તેવી ધમકી આપી માનસિક ત્રાસ ગુજારતો હોય યુવતીએ હાથ પર બ્લેડ મારી એસીડ પી લેતા તેને સારવાર માટે ખસેડાઇ હતી. બનાવ અંગે યુવતીએ યુવક સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઇ પી.એલ.ચૌધરી ચલાવી રહ્યાં છે.