રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડિપોઝિટ ભરવાના પૈસા નથી, ગેનીબેન ઠાકોરે કાર્યકરો પાસે માગ્યો ફાળો

04:24 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

બનાસની બેન તરીકે પ્રખ્યાસ ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. સ્પષ્ટ વક્તા તરીકેની તેમની છાપ, તેમજ પોતાની નિવેદનબાજીને કારણે તેઓ હંમેશા લોકોના ફેવરિટ બની રહે છે. ત્યારે હવે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી ડિપોઝીટ ભરવા લોકોને ફાળો આપવા અપીલ કરી છે. દરેક લોકોને ઓછામાં ઓછા 11 રૂૂપિયા અને વધુમાં વધુ યથાશક્તિ મુજબ ફાળો આપવા ગેનીબેને અપીલ કરી છે.

Advertisement

ગેનીબેન ઠાકોર ડિપોઝીટ ભરવા માટે રૂૂપિયા ભરવાના મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. ગેનીબેને ડિપોઝીટ ભરવા માટે લોકો પાસેથી ફાળો માંગ્યો છે. ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે કયુઆર કોડ સોશિયલ મીડિયામાં અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ, લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝીટ ભરશે.

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઝંઝાવતી પ્રચારની શરૂૂઆત કરી છે. ત્યારે તેમણે તાજેતરમાં જ એક નિવેદનમાં કહ્યુ હતું કે, બહેનોને ખબર છે કે રોટલો એક જ બાજુ રાખીએ તો દાઝી જાય એને ફેરવવો પડે. રાજસ્થાનમાં તમે જુઓ કે 5 વર્ષે સરકાર બદલાય એટલે બધા કાબુમાં રહે. વિધાનસભામાં 182 ધારાસભ્યો માંથી કોઈ નહતું બોલ્યું અને આજે પણ ન બોલી શકે એ સૌથી પહેલા મેં વિધાનસભામાં વાત મૂકી હતી કે લવમેરેજમાં દીકરીના માતાપિતાની સમંતી ફરજિયાત હોવી જોઈએ તેવો કાયદો બનાવો. દીકરીના લગ્નની નોંધણીમાં તેના ગામના લોકોની જ સાક્ષીમાં સહી હોવી જોઈએ. મારી વાતને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું કે આવો કાયદો લાવવાની જરૂૂર છે. કેમકે સૌથી વધારે પ્રશ્નો અત્યારે પાટીદાર સમાજમાં છે. દીકરીઓની અછત કે ઘણાં બધાં પ્રશ્નો.

Tags :
Geniben Thakorgujaratgujarat newspolitcal newspolitcs
Advertisement
Next Article
Advertisement