For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દહેજ માગતા લોકોને ત્યાં દીકરી ન આપતા: પાટીલ

01:46 PM Feb 12, 2024 IST | Bhumika
દહેજ માગતા લોકોને ત્યાં દીકરી ન આપતા  પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારીના ચીખલી ખાતે પહોંચ્યા હતાં. ચીખલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 11 કલાકે યોજાયેલા હલ્દી-કંકુ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. દરમિયાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, હલ્દી કંકુનો આ કાર્યક્રમ બહેનોમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે.

Advertisement

તેમણે કહ્યું કે, દહેજ લેતા અને દહેજ માંગતા લોકોને ત્યાં દીકરી ના આપવી. અત્યારે બહેનોમાં આવેલી જાગૃતિના કારણે દહેજ પ્રથા ઓછી થઈ છે. બહેનો જ્યારે કામ કરવા માટે આગળ આવે ત્યારે જ તે આગળ આવે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું કે, પરાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટમાં દીકરીઓ માટે પ્રયત્ન કર્યો છે. બહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઈએ બનાવી નથી. પરંતુ, ભાજપની સરકારે આવું કરીને બતાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતની બહેનોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50 ટકા લાભ મળ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, દીકરીના લગ્ન માટે પિતાએ જમીન કે ઘર વેચીને દેવું કર્યું હોય તો દીકરી દુ:ખી થાય છે, પરંતુ પી.એમ મોદી એ દીકરી માટે ઘણી બધી યોજનાઓ લાવી છે. જેમ કે, સુક્ધયા સમૃદ્ધિ યોજના, મજુરા, લિંબાયત, ચોર્યાસી સહિત યોજનાઓ દીકરીઓ માટે છે. 30 હજાર દીકરીઓનાં સુક્ધયા એકાઉન્ટ અમે ખોલાવ્યું છે. પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, નવસારીમાં 10 વર્ષની દીકરીના બેંક એકાઉન્ટમાં દોઢ લાખથી વધુ સરકારે ભર્યા છે. મારા દીકરાને ત્યાં પણ એક દીકરી છે. જીજ્ઞેશ પાટીલ પોતે સુક્ધયા યોજનાનો લાભ લે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement