રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કૂતરાનો આતંક: ઘરમાં સૂતેલા 6 વર્ષના બાળક પર હિચકારો હુમલો

04:06 PM Aug 02, 2024 IST | admin
Advertisement

માથાના ભાગે બચકાં ભરતા લોહીલુહાણ, 15 ટકા આવ્યા

Advertisement

રાજ્યમાં રખડતા કુતરાનો આંતક વધી ગયો છે ઘરમાં ઘુસી અને હુમલા કરી રહ્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એપોર્ટમેન્ટમાં ઘુસી ભૂખ્યા કુતરાએ સોફા પર સુતેલા 6 વર્ષના બાળકને માથાના ભાગે બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં બાળકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રખડતું કૂતરો ખોરાકની શોધમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ દર્શન એપાર્ટમેન્ટમાં ધસી આવ્યું હતું. જ્યાં એક ઘરમાં કામવાળી બાઈ પોતાના 6 વર્ષના બાળકને સોફા પર સૂવડાવીને કામમાં વ્યસ્ત હતી. એવામાં કૂતરાએ સોફા પર સૂઈ રહેલા 6 વર્ષીય બાળકને ખેંચીને જમીન પર પટક્યો હતો. જે બાદ કૂતરાએ માસૂમ બાળકના માથામાં બચકાં ભરતા તે લોહીલુહાણ થઈ ગયું હતુ. આ દરમિયાન બાળકના રડવાનો અવાજ સાંભળીને મકાન માલિક બહાર દોડી આવ્યા હતા, જેમણે કૂતરાને ભગાડ્યું હતુ. જે બાદ બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ. જ્યાં તેને માથામાં 15 ટાંકા લેવા પડ્યા છે.

જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં સુરતના જ કડોદરાના તાતીથૈયા ગામ નજીક ચાલતી ક્ધસ્ટ્રક્શન સાઈટ પર એક દંપતી પોતાના એક વર્ષના ગુંજન નામના બાળકને ઘોડિયામાં સૂવડાવીને મજૂરી કરી રહ્યા હતા. આ સમયે ધસી આવેલા રખડતા કૂતરાએ ગુંજનને ઘોડિયામાંથી બહાર ખેંચીને બચકાં ભર્યા હતા. આ હુમલા બાદ ગુંજનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ ઑપરેશન કરીને તેની જમણી આંખ કાઢી નાંખવી પડી હતી.


Tags :
attactdogattactgujaratgujarat newssurat
Advertisement
Next Article
Advertisement