RTI એક્ટિવિસ્ટોને બ્લેકલિસ્ટ કરવાની સત્તા આયોગ પાસે પણ નથી?
કોઇ જોગવાઇ, પરિપત્ર કે નિયમ જ નહીં હોવાનો જાહેર માહિતી અધિકારીનો જવાબ
સરકારી એજન્સીઓમાંથી માહિતી માગતા રોકવા આરટીઆઈ એક્ટિવિસ્ટોને બ્લેક લિસ્ટ કરવાની ગુજરાત માહિતી આયોગના બંધારણ માં માહિતી અધિકાર કાયદો 2005 હેઠળ કોઈ જોગવાઈ કે પરિપત્ર કે નિયમ જ નથી આવું ગુજરાત માહિતી આયોગના જાહેર માહિતી અધિકારી હોદાની રુએ સેક્શન અધિકારી( આઈ ટી) એચ બી ગોર રાજકોટના હરેશભાઈ બુધરાણીએ તા. 12-10-2024 ના રોજ માંગેલી માહિતીના જવાબમાં તા.23-10-2024 ના રોજ આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે.
અગાઉ ગુજરાત માહિતી આયોગના તત્કાલીન પૂર્વ કમિશનર રમેશ કારિયા દ્વારા ગુજરાત માહિતી આયોગના બંધારણ ની કોઈ જોગવાઈ મુજબ કે કાયદાની કોઈ જોગવાઈ મુજબ અરદારોને સરકારી અર્ધ સરકારી એજન્સીઓ માંથી કે સરકાર માંથી માહિતી માગતા રોકવા અરજદારોને બ્લેક લિસ્ટ કરવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં ઘણા ખરા વિવાદિત હુકમો કરીને તેઓને મળેલી સત્તાનો દુરુપયોગ કરી ભારતીય બંધારણ તેમજ માહિતી આયોગના બંધારણ ની જોગવાઈઓનું પાલન કરવાને બદલે ખુલ્લેઆમ આબરૂૂ નું ધોવાણ ઉપરોક્ત કાયદા ને લુલો અને બુઠો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે.
અત્યાર સુધી ગુજરાત માહિતી આયોગના પૂર્વ કમિશનર રમેશ કારીયા એ હાઇકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જુદા જુદા હુકમો ના શબ્દોનો ખોટા અર્થઘટન કરી આરટીઆઇ એક્ટિવિસ્ટોને હેરાન કરવાના બહાને બ્લેકલિસ્ટ કરેલા છે જેથી સ્પષ્ટતા કરવા માટે ગુજરાત માહિતી આયોગ માંથી તા. 12-10-2024 ના રોજ માહિતી માગવાની ફરજ પડેલ હતી જેના આધારે જાહેર માહિતી અધિકારી હોદાની રૂૂએ સેકશન અધિકારી એચ.બી.ગોર તા.23-10-24 ના રોજ આપેલી માહિતીના આધારે જેના હિસાબે ઘણા ખરા લોકો આ હુકમનો ઘણો લાભ થશે. જે લોકો આર.ટી.આઈ એક્ટિવસ્ટિો રમેશ કારિયા ના વિવાદિત હુકમો નો ભોગ બનેલા છે.
તેઓ રમેશ કારિયા વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેર હિત ની અરજી અને રીટ પિટિશન દાખલ કરેલ છે જેથી રમેશ કારીયા ને બીજી મુદત માટે નિયુક્ત કરવામાં આવેલ નથી હાલમાં તેઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા છે. માટે આવો કોઈ હુકમ કે માર્ગદર્શન મેળવવું હોય તો નીચે મુજબના મોબાઇલ ઉપર પરથી સંપર્ક કરી મેળવી શકે છે અથવા રૂૂબરૂૂ મળી મેળવી શકે છે મોબાઈલ નંબર અને ૂવફતિંફાા નંબર 7023939392 પતિ સંપર્ક કરી મેળવી શકે છે.