ગરબામાં આવતા-જતા કોઇ પીછો કરે છે? યુવતીઓએ 100-181નો સંપર્ક કરવો
રાજકોટ શહેરના તમામ પોલીસ મથકની શી ટીમોએ ગરબીઓમાં પહોંચી 181 મહિલા હેલ્પલાઇન અંગે માહિતી આપી
રસ્તામાં કોઇ અજાણી વ્યક્તિ કોલ્ડ્રીંક્સ કે ખાદ્ય પદાર્થ આપે તો લેવી નહી, ત્રણ દિવસમાં ત્રણ હજારથી વધુ મહિલા અને બાળાઓને સુરક્ષા અંગે માહિતગાર કર્યા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.વડોદરાની ઘટનાને ધ્યાને લઇ રાજકોટ શહેરની શી ટીમ અને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ,યુવતીઓ અને બાળાઓમાં જાગૃતતા લાવવાના પ્રાચીન અને અર્વાચીન ગરબામાં પહોંચી જાગૃતત્તા લાવવા પ્રયાસો કરી રહી છે.
ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહિલા સેલના એસીપી આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી.ટી.અકબરીની સૂચનાથી નવરાત્રી પેટ્રોલીંગ દરમ્યાન પૂર્વ વિભાગ શી ટીમ દ્વારા મહીલા પોસ્ટે ના કર્મચારી ઇન્ચાર્જ હંસાબેન સાથેના દક્ષાબેન,જાગૃતિ,વર્ષાબેન દ્વારા વીરાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં 1000 વધારે મહિલાઓ ઉપસ્થિત હોય જેથી શી ટીમનો અવરનેસ પ્રોગામ લઈ મહિલાઓને શી ટીમ તેમજ 181 અભયમ વિશે માહિતી આપી હતી.તેમજ રસ્તામાં આવતા જતા કોઈ મુશ્કેલી પડે તો 100 નંબર તેમજ 181 પર ફોન કરવા જણાવ્યું હતું.
તેમજ ખોડલધામ સાઉથ ઝોન રાસોત્સવમાં આજીડેમ પોલીસના પીઆઇ એ.બી.જાડેજા,તેમજ આજીડેમની શી ટીમના મધુબેન,ગાંધીગ્રામ શી ટીમના પ્રેક્ષાબેન આહીર,ભક્તિનગરના પલ્લવીબેન ગોહિલ,સુજાતાબેન,પ્ર.નગર શી ટીમના નીતાબેન,માલવિયા પોસ્ટેના ફૈઝૂલાબેન તેમજ કર્મચારીઓ દ્વારા ખેલૈયાઓને ગરબા રમવા જતા ધ્યાને રાખવાની બાબતો તથા શી ટીમ વિશે, સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફીક અવેરનેસ, મહિલા સુરક્ષા બાબતે ત્યા ઉપસ્થિત લોકો ને માહીતગાર કરવામા આવ્યા હતા.
ત્યારબાદ તાલુકા પોલીસની શી ટીમના ધારાબેન ચુડાસમા, સંજયભાઈ, પુષ્પાબેન, જાનકીબેન, રવિનાબેન, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં શી ટીમમાં ફરજ બજાવતા ઉર્મિલાબેન,મોનીકાબેન,મીનલબેન અને સવિતાબેન દ્વારા જસરાજ નગર શેરી નં 5 ની માં ખોડિયાર ગરબી મંડળ ની 100 જેટલી બાળાઓ તેમજ તેમના વાલીઓને શી ટીમ વિશે માહિતી આપી હતી.તેમજ સાયબર ક્રાઇમ 1930 વિશે માહિતી આપી હતી અને નવરાત્રી દરમ્યાન કોઈ અજાણી વ્યક્તિ કોલ્ડ્રિક્સ કે અન્ય કોઈ વસ્તુ ખાવા માટે આપે તો લેવી નહિ તેમ જણાવ્યું હતું.