For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારનું અલ્ટિમેટમ છતાં તબીબોની હડતાળ યથાવત, 40ના બદલે 30 ટકા વધારા માટે તૈયાર

05:03 PM Sep 03, 2024 IST | admin
સરકારનું અલ્ટિમેટમ છતાં તબીબોની હડતાળ યથાવત  40ના બદલે 30 ટકા વધારા માટે તૈયાર

તાલીમી ડોકટરો માંગણીમાં થોડા ઢીલા પડયા

Advertisement

રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા તબીબોને આજે સવારે 9 વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ હતું પરંતુ તબીબોએ આ અલ્ટીમેટમની અવગણના કરી છે.. તબીબોએ તેમની હડતાળ યથાવત રાખી છે. જો કે તબીબો 40 ટકા સ્ટાઇપેન્ડની માંગણીમાં થોડા ઢીલા પડયા છે. અને 30 ટકા વધારો સ્વીકારવા પણ તૈયાર થઇ ગયા છે. તબીબોની દલીલ છે કે પાંચ વર્ષ બાદ સ્ટાઇપેન્ડમાં વધારો આપવામાં આવી રહ્યો છે ત્યારે 40 ટકા વધારો મળવો જોઇએ જેના બદલે 20 ટકા જ વધારો અપાયો છે જે મંજુર નથી.

બીજી તરફ સરકારની દલીલ છે કે બાકી રાજ્યોની સરખામણીએ ગુજરાત પહેલેથીજ તબીબોને વધારે સ્ટાઇપેન્ડ આપે છે.. લાંબા સમયથી 1 લાખ કરતા વધારે સ્ટાઇપેન્ડ અપાઇ રહ્યું છે અને તેમાં પણ 20 ટકા વધારો અપાઇ રહ્યો છે, આ વધારા સાથે તબીબોનું સ્ટાઇપેન્ડ 1 લાખ 30 હજાર જેટલું થશે.. આમ જણાવતા તબીબોની માંગણી ગેરવ્યાજબી હોવાની સરકારની દલીલ છે. હડતાળ પર ઉતરેલા તબીબો હવે 40 ટકા સ્ટાઇપેન્ડ વધારાની માંગને બદલે 30 ટકા પર આવ્યા છે.. પરંતુ હડતાળ સમેટી નથી.બીજી તરફ સરકારે તબીબોને અલ્ટીમેટમ તરીકે આપેલો સમય પુરો થઇ ગયો છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે સરકારનું વલણ શું રહે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement