પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની થયેલી હત્યાના બનાવને વખોડતા પીડીયુ મેડિકલ કોલેજના તબીબો
કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી, આરોપીને તાત્કાલિક આકરી સજાની માગણી
શહેરની પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ગઈકાલે સાંજે જુનિયર ડોક્ટર એસોસિએશન, ઇન્ટર્નલ ડોક્ટર તેમજ યુજી મેડિકલ સ્ટુડન્ટ મળી 300 ડોક્ટરે પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની કરાયેલી હત્યાના બનાવને વખોડી કાઢીને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પીડિતાને ન્યાય મળી રહે અને તંત્ર દ્વારા પારદર્શક તપાસ કરીને આરોપી પકડી પાડી આકરી સજા કરવામાં આવે તે માટે નારા લગાવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે કાયદા નિયમ ઘડી અમલીકરણ કરે તેવી માંગ અત્રે એ ઉલ્લેખની છે કે, દિનાંક 9 ઓગસ્ટ 2024ના રોજ પશ્ચિમ બંગાળ ના કોલકાતા માં છ ૠ ઊંફિ મેડિકલ કોલેજ માં બનેલ બનાવ જેમાં કે ટીબી ચેસ્ટ વિભાગમાં કાર્યરત મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે થયેલ અનિચ્છનીય બનાવ જેમાં તેણીની સાથે ક્રૂરતા પૂર્વક બળજબરી કરી તેણીની હત્યા કરવામાં આવી હતી જેનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છીએ .
જુનિયર ડોક્ટર એસોસિયેશન રાજકોટ , ઇન્ટર્ન ડોક્ટર તથા યુજી મેડિકલ સ્ટુડન્ટ ડોક્ટર્સ આ કેન્ડેલ માર્ચ દ્વારા પીડિતા ને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ લઈએ છીએ. રેસિડેન્ટ ડોક્ટરના પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. મૃતક મહિલા ડોક્ટરના પરિવારજનોની આવી કપરી પરિસ્થિતિમાં સહભાગી બનીને હિમ્મત તથા સાંત્વના આપવામાં આવી હતી.
આ બાબતમાં પારદર્શક રીતે તપાસ કરી આ ક્રૂર ઘટનામાં સંકળાયેલ આરોપીને આકરી સજા કરી પીડિતાને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ બનાવ બાદ ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટના ફરીવાર ના બને અને બધા જ ડોક્ટરો સુરક્ષિત તથા ભયમુક્ત વાતાવરણમાં રહી સલામતી અનુભવી દર્દી નારાયણની સેવા કરી શકે એ માટે યોગ્ય ન્યાયીક કાયદાની સરકાર અપેક્ષા દર્શાવી હતી.