બિલ્ડરો સાથે ડોક્ટરો-ઉદ્યોગકારો-સોનીના રોકડ વ્યવહારો મળ્યા
- અનેક ઈન્વેસ્ટરો પણ ઈન્કમટેક્સના રડારમાં આવી ગયા, ગમે ત્યારે તેડું મોકલશે
- સતત બીજા દિવસે બિલ્ડર લોબીને ત્યાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ
- રોકડ એન્ટ્રીઓની કરામત ઝડપાઈ : એક લાખની રકમને રૂા. 100 બતાવી પોઈન્ટ બાદ બાકીના ઝીરો લખ્યા
માર્ચ એન્ડિંગ નજીક આવતાની સાથે જ ચાલુ નાણાકીય વર્ષનું બીજું સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે. રાજકોટના ટોચના બિલ્ડર્સ લોબી પર ગઇકાલને 27 ફેબ્રુઆરીની સવારથી આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉધોગકાર ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડા આખી રાત ચાલુ રહ્યાં હતા. દરમિયાન અનેક બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે અને રોકડ રકમ પણ મળવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ ઇન્વેસ્ટિગેશનની વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેક્ટ તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાઇનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ ગઈકાલે વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ દરોડા દરમિયાન કેટલાક ડોક્ટરો અને ઉદ્યોગકારો સહિતના રોકાણકારો સાથેના વ્યવહારો મળી આવતા લાડાણી એસોસીએઠ્સ અને ોરબીટ ગૃપમાં રોકાણ કરનાર ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, સોની વેપારીઓ અને અન્ય રોકાણકારો પણ ઈન્કમટેક્સના રડારમાં આવી ગયા છે. અને આગામી દિવસોમાં આ ઈન્વેસ્ટરોને ઈન્મકમટેક્સ વિભાગ તેડુ મોકલે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
કેટલાક ચિઠ્ઠીના અને ડાયરીના વ્યવહારો ઉપરાંત કોમ્પ્યુટરમાં પણ શંકાસ્પદ રોકડ એન્ટ્રીના વ્યવહારો મળી આવ્યા છે. સુત્રોના કહેવા મુજબ રોકડ વ્યવહારોમાં 1 લાખની જગ્યાએ રૂા. 100 દર્સાવી પોઈન્ટ મુક્યા બાદ પાછળ ત્રણ ઝીરો દર્શાવાયા છે.ઈન્કમટેક્સ વિભાગના સુ6ોનું કહેવું છે કે, હાલ તમામ સ્તળે સર્ચ ચાલી રહ્યું છે અને સર્ચ દરમિયાન પુરાવા મળી આવ્યે રેડમાં ક્ધવર્ટ થશે ા તપાસ હજુ ત્રણ-ચાર દિવસ ચાલી શકે છે.રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ કમિશનર દ્રૌપસિંગ મીણાના નેતૃત્વ હેઠળ ગઇકાલે વહેલી સવારથી રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી. આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ ઉપરાંત ગુજરાતમાંથી પણ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. તમામ અધિકારીઓએ સવારથી શરૂૂ કરી આખી રાત સર્ચ ચાલુ રાખ્યું હતું. આજે 28 ફેબ્રુઆરીના બીજા દિવસે પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આખી રાત દરમિયાન અનેક બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને હજુ પણ રોકડ રકમ પણ મળવાની શક્યતા હોવાથી આજે એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવકવેરાની ટીમ ગઇકાલે વહેલી સવારથી ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેકટ જેમ કે, ઓરબીટ ટાવર, ઓરબીટ રોયલ ગાર્ડન સહિત પ્રોજેકટ અને આ પ્રોજેકટમાં રહેલા તેમના ભાગીદાર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી, તેના ટ્વીન ટાવર પ્રોજેકટમાં ભાગીદાર રહેલા મયુર રાદડિયા, દાનુભા જાડેજા(દોમડા), ફાઇનાન્સર મહિપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમટેકસની રડારમાં આવી ગયા છે. 15થી વધુ જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની ઓફિસ, બિલ્ડરોના નિવાસ સહિતની જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે.
ફરી એક વખત બિલ્ડર લોબીને આવકવેરા વિભાગે સાણસામાં લેતા સમગ્ર સૌરાષ્ટ્રભરમાં બિલ્ડરો અને ફાઈનાન્સરો તેમજ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓ સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજના સમગ્ર ઓપરેશનને ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારી આદર્શ તિવારી લીડ કરી રહ્યા છે. આજના દરોડામાં રાજકોટની જૂનાગઢ, જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરતના અધિકારીઓની ટીમ પણ જોડાય છે.