For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકોમાં ડર ન ફેલાવો: કોરોનાના આંકડા જાહેર કરવા ઉપર પ્રતિબંધ

06:24 PM Dec 21, 2023 IST | Bhumika
લોકોમાં ડર ન ફેલાવો  કોરોનાના આંકડા જાહેર કરવા ઉપર પ્રતિબંધ

હાલના વેરિઅન્ટથી ગભરાવવાની જરૂર નથી છતાં સાવચેતી સહિતના પગલાં લેવા આરોગ્ય વિભાગને અપાઈ સૂચના

Advertisement

કોરોનાના ફરી નવા કેસ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રોજે રોજ અખબારોમાં તેમજ ટીવી ચેનલો ઉપર કોરોનાના કેસ અંગેની વિગતો મેળવ્યા બાદ લકોમાં વધુ ડર ન વ્યાપે તે હેતુથી સરકારે દરેક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલોને કોરોનાના આંકડાઓ જાહેર ન કરવાની સુચના આપી કોરોનાની ગાઈડલાઈન મુજબ સાવચેતીના અને કોવિડ ટેસ્ટ સહિતના પગલા લેવાની સુચના આપવામો આવી છે.

મનપાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોરોનાના કેસ ફરી વધવા લાગતા સરકાર દ્વારા આંકડાઓ જાહેર ન કરવાની સુચના આપવામાં આવી છે. સાથો સાથ કોરોનાનો નવો વેરિએન્ટ નબળો હોવાના કારણે ગભરાવવાની જરૂર નથી પરંતુ શરદી, તાવ અને સતત ઉધરસ આવતી હોય ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટ કરાવવાનો અનુરોધ આવ્યો છે. તેવી જ રીતે પ્રાઈવેટ અને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે છે. જેનો રિપોર્ટ પણ જાહેર ન કરવાની સુચના અપાઈ છે. આથી હવે રોજે રોજ આવતા કોરોનાના કેસની વિગત લોકોને જાણવા નહીં મળે તેની સામે કોરોનાગ્રસ્ત લોકોના નામ જાહેર થતા અને તે લોકોએ સમસ્યા સમસ્યા ભોગવવી પડતી તેમાંથી છુટકારો મળી ગયો છે.

Advertisement

મનપા દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં કોવિડ-19 એક બીમારી છે જે કોરોનાવાઇરસ જઅછજ-ઈજ્ઞટ-2ના કારણે થાય છે. તે તમારા ફેફસા, શ્વસનમાર્ગ અને અન્ય અંગોને અસર કરે છે. આમાં સામાન્ય શરદી, ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ (જઅછજ) અને મીડલ ઇસ્ટ શ્વસન સિન્ડ્રોમ સામેલ છે. આ વાઇરસ માણસમાં આવ્યો તે પછી સમય જતા તેના વિવિધ રૂૂપો બદલાયા છે. તેમાંથી કેટલાક મ્યૂટેશન એટલે કે ડેલ્ટા વેરિઅન્ટ, એમીક્રોન છે. ઉંગ.1 વેરીએન્ટ એ એમીક્રોન વાયરસનો જ એક પ્રકાર છે. જે અસલ વાઇરસ કરતાં વધુ સરળતાથી ફેલાય છે અને વધારે ગંભીર બીમારી ઊભી કરે છે. ઉંગ.1 વેરીએન્ટ માં પણ બીજા વેરીએન્ટની જેમ કોવીડ-19 ના લક્ષણો જોવા મળે છે. ફ્લુ દરમિયાન વધુ થતી જતી ઉધરસ, તાવ, શ્વાસ ચડવો, ગળું છોલાવું, છીંક આવવી અને નાક વહેવું, ટૂંકાગાળા માટે સુંઘવા અને સ્વાદ પારખવાની સંવેદના જતી રહેવી, ઝાડા, માથુ દુખવું, સ્નાયુઓમાં દુ:ખાવો અથવા શરીર દુખવું, ઉબકા, ઉલટી, અસ્વસ્થતા અસ્વસ્થ હોવાની સામાન્ય લાગણી, બીમારી અથવા થોડી પ્રતિકૂળતા લાગવી, છાતીમાં દુ:ખાવો, પેટમાં દુ:ખાવો, સાંધામાં દુ:ખાવો થવો, મુંઝવણ અને ચીડિયાપણું વગેરે કોવીડ-19 ના લક્ષણો છે. કોવીડ-19 ની સારવાર ઉંગ.1 વેરીએન્ટમાં અસરકારક છે તેમજ છઝઙઈછ ટેસ્ટીંગ દ્વારા ડીટેક્ટ થઇ શકે છે.

કેવી રીતે તમારી અને અન્ય લોકોની સુરક્ષા કરવી

  • જયારે બહાર જાવ ત્યારે માસ્ક ફરજીયાત પહેરવું.
  • જો શરદી, તાવ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો ઘરે જ રહો અને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ કરાવવું.
  • કોવીડ-19 વેક્સીનેશન રોગ અટકાવવા માટે ખુબ જ મહત્વનું છે.
  • છીંક આવે ત્યારે મો પર રૂૂમાલ રાખવો અથવા કોણી પર મોં રાખીને છીંક અથવા ઉધરસ ખાઓ.
  • એક-બીજાના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
  • નિયમિત તમારા હાથ ધુઓ અને સુકા કરો.
  • વૃદ્ધ, બાળકો, સગર્ભા માતાઓ તેમજ બીમાર વ્યક્તિઓએ ઘરથી બહાર જવાનું ટાળવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement
Advertisement