સગાઇ થઇ છે ત્યાં લગ્ન નથી કરવા, પ્રેમી સાથે કરવા છે પરિવારને સમજાવો ને, તરૂણીએ જીદ પકડી
181 મહિલા હેલ્પલાઇને ભવિષ્ય વિશે સમજાવતા અંતે સગીરા માની ગઇ
મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કોલ આવ્યો. કોલ કરનાર 17 વર્ષની તરૂૂણીએ કહ્યું કે, મારી સગાઈ થઈ છે ત્યાં મારે લગ્ન નથી કરવાં પણ પ્રેમી સાથે કરવા છે. તમે આવીને માતા પિતાને સમજાવોને.કોલ મળતાં તુરંત 181 મહિલા હેલ્પલાઇન જૂનાગઢ ટીમના કાઉન્સેલર અરૂૂણાબેન કોલડીયા, મહિલા પોલીસ અસ્મિતાબેન ગોંડલીયા, મેંદરડા પોલીસ સ્ટેશન શી ટીમના ગીતાબેન ડોડીયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી.
દરમિયાન તરૂૂણીની માતાએ જણાવ્યું હતું કે,તેની દિકરીની 2 વર્ષથી સગાઈ થયેલ છે, પરંતુ તે બીજા યુવક સાથે પ્રેમ સંબંધમાં હોય તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. 17 વર્ષની ઉંમર હોય લગ્ન થઈ શકે નહિ. તેમ છતાં હાથ પર બ્લેડના ચેકા કરી ઘરમાં અયોગ્ય વર્તન કરે છે. ઘરકામમાં પણ મદદ નહીં કરી ઝઘડો કરી હેરાનગતિ કરે છે. મહિલાની વાત બાદ 181 અભયમની ટીમે તરૂૂણીને કાયદાકીય માર્ગદર્શન આપવા સાથે સારા ભવિષ્ય વિશે સમજાવ્યું હતું. યોગ્ય સમજાવટથી તરૂૂણી રાજી થઇ માતા, પિતાના ઘરે જ રહેવા અને મંગેતર સાથે જ સગાઈ રાખવા સંમત થઇ હતી. આમ, 181 ટીમના કાઉન્સેલીંગથી તરૂૂણીની સમસ્યા અને સાથે તેમના માતા,પિતા અને પરિવારજનોની સમસ્યાનું સુખદ સમાધાન થયેલું છે.