DEO પરમાર પાસેથી ચાર્જ લઈ દિક્ષિત પટેલને હવાલો સોંપાયો
કચેરીમાં અધિકારીઓ મનમાની ચલાવતા હોવાથી વહીવટી કામગીરી અટકી પડ્યાની શૈક્ષણિક સંઘની રજૂઆત બાદ કાર્યવાહીની ચર્ચા
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ મનમાની ચલાવતા હોવાની ફરિયાદ ઉઠતા તેના પડઘા પડ્યા છે અને ઈન્ચાર્જમાં રહેલા કિરીટસિંહ પરમાર પાસેથી જિલ્લા શિક્ષણાધિકારીઓનો ચાર્જ પરત લઈ અને ફરીથી દિક્ષિત પટેલને સોંપવામાં આવ્યો છે.
કાયમી જિલ્લા શિક્ષણાધિકારીબી.એસ. કૈલ વયનિવૃત થતાં ખાલી જગ્યા પર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલને ચાર્જ સોંપાયો હતો. થોડા સમયબાદ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરિટસિંહ પરમારને ઈન્ચાર્જનો હવાલો સોંપવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી કિરિટસિંહ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતાં. ત્યારે તેમની પાસેથી ચાર્જ લઈ અને ફરીથી દિક્ષિત પટેલને વધારાનો હવાલો સોંપાયો છે.
શિક્ષણ જગતમાં હવાલાને લઈને થતી ચર્ચા મુજબ ત્રણ દિવસ પહેલા જ રાજકોટ જિલ્લા શિક્ષણીક સંકલન સમિતિ દ્વારા સાંસદને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સાંસદને ફરિયાદના સુરમાં કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી કામગીરી ખાડે ગઈ છે. શિક્ષકો સહિતના અરજદારોના કામ થતાં નથી અને અધિકારીઓ, કચેરીના સ્ટાફ દદ્વયારા અરજદારો શિક્ષકો સાથે ખરાબ વર્તન અને મનમાની કરી રહ્યા છે. જેથી તાત્કાલીક યોગ્ય કરવા માટે રજૂઆત કરી હતી. જેના પડઘા પડતા ત્રણ દિવસમાં જ કિરીટસિંહ પરમાર પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા શિક્ષણાધિકારી કચરીમાં યોગ્ય કામગીરી નહીં થતી હોવાની અને જવાબ યોગ્ય નહીં મળતા હોવાની અગાઉ પણ અનેક વખત ફરિયાદો ઉઠી હતી. જેના કારમે શિક્ષકોને ઘણી મુશ્કેલી પડતી હોય આ અંગે નિર્ણય લેતા અરજદાર શિક્ષકો અને શૈક્ષણિક સંઘને પણ રાહત મળી હોવાની ચર્ચા થઈ રહી છે.
છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જના હવાલાથી ગબડાવાતુ ગાડુ
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા પર છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જથી જ ગાડુ ગબડાવાતુ આવી રહ્યું છે. બી.એસ. કૈલા વયનિવૃત થયા બાદ માત્ર હવાલા આવી કામગીરી થઈ રહી હોવાથી વહીવટી કામગીરીને અસર પડી રહી છે. ત્યારે વહેલીતકે કાયમી અધિકારીની નિમણુંક કરવા શિક્ષકો અને સંઘમાં માંગ ઉઠી છે.