રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાળાઓમાં તા.28મીથી દિવાળી વેકેશન તા.17 નવે.થી શૈક્ષણિક કાર્ય શરૂ

04:27 PM Oct 17, 2024 IST | admin
Advertisement

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો

Advertisement

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે 17 નવેમ્બર સુધી 21 રહેશે.

વેકેશન બાબતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ આ મુદે પરિપત્ર આપીને જાણ કરી દેવાઇ છે. તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને વિભાગ દ્વારા જાણ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું હતું. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂૂ થશે.

Tags :
Diwali holidaygandhinaagrnewsGANDHINAGARgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement