દિવાળીની એકસ્ટ્રા બસોનો મુસાફરોના ખીસ્સા પર માર
એકસ્ટ્રા બસોમાં ભાડામાં કરાયેલો 35 ટકાના તોતિંગ વધારાનો પરિપત્ર રદ કરવા માંગ : એડવાન્સ બૂકિંગની બારીનો સમય વધારવા રજૂઆત
રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના પાટનગર સમાન શહેર છે. હાલ દિવાળીના તહેવારો આવી રહ્યા હોય ત્યારે એસ.ટી બસ પર હકડેઠઠ મેદની છે. બસપોર્ટ માં અપૂરતી બેઠક વ્યવસ્થા ને પગલે મુસાફરોને ફરજિયાત ઊભું રહેવું પડે છે હાલ રાજકોટના એસ.ટી બસ પોર્ટ ખાતે જ ફક્ત એડવાન્સ બુકિંગ ની વ્યવસ્થા છે સેટેલાઈટ એસ.ટી બસ સ્ટેશન, માધાપર એસટી બસ સ્ટેશન કે ગ્રીનલેન્ડ ચોકડી પીક અપ પોઇન્ટ પર રિઝર્વેશનની બારી ઉપલબ્ધ નથી જે પગલે મુસાફરોને ફરજિયાત છેવાડાના વિસ્તારોમાંથી એસટી બસપોર્ટ પર રિઝર્વેશન માટે આવવું પડે છે.
અગાઉ સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ તેનું બાળ મરણ થયું છે. આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે મુસાફરોને સારી સુવિધા આપવા એસ.ટી તંત્ર કટિબધ્ધ છે ત્યારે એડવાન્સ બુકિંગ ના રિઝર્વેશન માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. યુપીઆઈ પેમેન્ટ થી કંડકટર માં ટિકિટ લઈ શકાય છે પરંતુ એડવાન્સ બુકિંગ પર કોઈ સ્કેનરની સુવિધા છે નહીં જે પગલે ફરજિયાત રોકડા પૈસા ચૂકવવા પડે છે. હાલ રાજકોટ ડિવિઝન દ્વારા એકસ્ટ્રા બસો નું સંચાલન કરી 100 બસો દોડાવવામાં આવશે.
અને રાજ્યમાં 2500 થી વધુ બસો એકસ્ટ્રા દોડાવવામાં આવશે આ એકસ્ટ્રા બસોનું સવાગણું ભાડું વસૂલવામાં આવે છે જેનો પણ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ વિરોધ કરે છે. કારણકે એસટી તંત્ર દ્વારા ટૂંકા ગાળામાં 25% અને ત્યારબાદ 10% કુલ 35% ટકા જેટલો તોતિંગ ભાડા વધારો કરવામાં આવ્યો છે. અંદાજે એસ.ટી ને મુસાફરોના ખિસ્સા ખંખેરી બે હજાર કરોડ રૂૂપિયાની વાર્ષિક આવક ભાડા વધારામાં થઈ રહી છે. તો પછી એકસ્ટ્રા બસોના સવા ગણા ભાડા વસુલવાનો પરિપત્ર રદ થવો જોઈએ અને એક્સપ્રેસ ભાડું જ વસૂલવું જોઈએ એવી અમારી માંગ છે. હાલ દિવાળીના તહેવારો દરમિયાન બસપોર્ટ ખાતે બે બારી પૈકી એક બારી સવારે 10:30 વાગે ખુલે છે તે બારીને વહેલી સવારમાં ખોલવા અમારી માંગ છે.
અને એ બારી વહેલી સાંજે 18:30 કલાકે બંધ થાય છે તેને બદલે બે કલાક સમય વધારવા અમારી માંગ છે. હાલ માધાપર ચોકડી સેટેલાઈટ એસટી બસ સ્ટેશન ગ્રીનલેન્ડ ચોકડી એ એડવાન્સ બુકિંગના રિઝર્વેશન પોઇન્ટ શરૂૂ કરવાની દાનત ન હોય તો બંને બારીનો સમય બસપોર્ટ ખાતે વધારવા થી મુસાફરોને હાલાકી વેઠવી નહીં પડે. વધુમાં મુસાફરોને ત્યાં એડવાન્સ બુકિંગ કરવા આવે ત્યારે ફરજિયાત ઊભું રહેવું પડે છે બેસવાની કોઈ વ્યવસ્થા છે નહીં જે પગલે ત્યાં બેઠક વ્યવસ્થા કરવા અમારી માંગ છે. દિવાળીના તહેવારોમાં રિઝર્વેશન બારી અંગેનો સમય વધારવા અંગે એસ.ટી બસપોર્ટ ના સ્ટેન્ડ ઇન્ચાર્જ સાથે ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિએ મુસાફરોને પડતી હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી છે.