લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પૂરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ: એડવોકેટ સંજય વ્યાસ
ભૂતકાળની જેમ લોક અદાલતમાં બંને પક્ષકારોને સામ સામે બેસાડીને સમજાવટથી કેસ પૂરા કરવા અપીલ
લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પુરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ વધી રહી છે ત્યારે ભૂતકાળની જેમ અગામી લોક અદાલતમાં બંને પક્ષકારોને સામ સામે બેસાડીને સમજાવટથી કેસ પુરા કરવા રાજકોટના સિનિયર વકીલ અને બાર એશોસોએશનના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસની યાદીમાં જણાવ્યું છે.
ભૂતકાળની જેમ અગામી લોક અદાલતમાં સાચી રીતે બંને પક્ષકારોને સામ સામે બેસાડીને સમજાવટથી કેસ પુરા કરવામાં આવતા લોક અદાલતના દિવસે હાઇકોર્ટના જસ્ટીસ, ડિસ્ટ્રિક્ટ જજ અને અન્ય ન્યાયાધીશ, બારના પદાધિકારીઓ પક્ષકારોને સમજાવીને કેસો પુરા કરતા તે રીત આગામી લોક અદાલતમાં એક કોર્ટના 5 થી 7 સિવિલ દાવા, તેટલા જ કલેઇમ કેસ, ફોજદારી કેસ પુરા થાય તો જ લોક અદાલતનો સાચો હેતુ પૂર્ણ થાય પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી લોક અદાલતમાં ટાર્ગેટથી કેસ પુરા કરવાની જિલ્લા વાઇસ હરીફાઈ અને હાઈકોર્ટેનુ લોવર કોર્ટ ઉપર યેનકેન પ્રકારે હજારોની સંખ્યામાં કેસો પુરા કરી કેસોની સંખ્યા બતાવવાનું દબાણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
ટ્રાફિક કોર્ટની એનસીકે પ્રિ-લિટીગેસનના કેસો, સિવિલ દાવા, એમએસીટી, નેગોસીએબલના અગાવ પુરા થયેલ કેસોની સંખ્યા દેખાડવાથી લોક અદાલતનો હેતુ જળવાતો નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે બંનેએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અને નીચેની અદાલતો ઉપર ટાર્ગેટથી કેસો પુરા કરવાની જવાબદારી નાખવી ન જોઈએ તેના લીધે લોક અદાલતના એક મહિના પેહલાથી અને નવી લોક અદાલતની તૈયારીમાં કોર્ટનો સમય બગડે છે અને ત્યારબાદ સમાધાન વાળા કેસો આગામી લોક અદાલતમાં મુકવાની તૈયારી શરૂૂ થઇ જાય છે.
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના લોર્ડશિપ, લોવર કોર્ટના જજ તેમની કોર્ટના પેન્ડિગ કેસોમાંથી મિનિમમ પાંચ ટકા કેસો સાચી રીતે સમાધાનથી લોક અદાલતમાં ફેસલ કરે તો પણ લોક અદાલત ખરા અર્થમાં સાર્થક થાય અને પક્ષકારોને સાચો ન્યાય મળે તેવું રાજકોટના સિનિયર વકીલ અને બાર એશોસોએશનના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસની યાદીમાં જણાવ્યું છે.