For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપની ભવ્ય જીતને વધાવી મતદાતાઓનો જાહેરમાં આભાર માનતા જિ.પં.પ્રમુખ પ્રવિણાબેન

04:55 PM Feb 19, 2025 IST | Bhumika
ભાજપની ભવ્ય જીતને વધાવી મતદાતાઓનો જાહેરમાં આભાર માનતા જિ પં પ્રમુખ પ્રવિણાબેન

નગરપાલિકાઓ ની ચૂંટણીમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાની તમામ 5 નગરપાલિકા જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની બેઠકો પર ભવ્ય વિજય થયો છે ત્યારે આ ભવ્ય જીતના સહભાગી બનેલા રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તાર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સર્વે મતદાતાઓ તેમજ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખભાઈ માંડવીયા, સાંસદ પુરુષોત્તમભાઈ રૂૂપાલા. રામભાઈ મોકરિયા, કેશરીદેવ સિંહ ઝાલા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ,ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,પ્રભારી ધવલભાઈ દવે,મહામંત્રી રવિભાઈ માકડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા,સંગઠનના હોદેદારો તમામ શ્રેણીના કાર્યકર્તાઓ,આગેવાનો નો જાહેર આભાર વ્યકત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી એ જણાવેલ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં વિકાસલક્ષી સીમાચિન્હરૂૂપ નિર્ણયો લેવાયા છે. ભાજપની સરકારે સર્વસમાવેશી અને વિકાસલક્ષી શાસનનું ઉતમ દૃષ્ટાંત પુરૂૂ પાડયું છે જેમાં ખેડૂતો, ગરીબો, સીમાંત, યુવાનો, મહિલાઓ અને નવા મધ્યમ વર્ગની આશા અને આકાંક્ષાઓ પરિપૂર્ણ થઈ છે. ત્યારે ભાજપ એક મજબૂત, સ્વનિર્ભર અને સમૃધ્ધ ભારત બનાવવા માટે કટીબધ્ધ છે.

Advertisement

રાજકોટ જિલ્લા ની તમામ નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની બેઠકો પર ભગવો લહેરાવી પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારા અને વિકાસની રાજનીતિને સમર્થન આપી ભવ્ય લીડથી ભાજપના ઉમેદવારો ને વિજયી બનાવવા સહભાગી બનેલા રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને રાજકોટ જિલ્લાના તમામ મતદાતાઓનો જાહેર આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા અને આ તમામ વિસ્તારો આગામી સમયમાં વિકાસથી વેગવંતા થશે તેવો આશાવાદ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી એ વ્યક્ત કરેલ હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement