ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટમાં જ થશે

05:06 PM Jun 18, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વરસાદી માહોલને ધ્યાને લઈને 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના અઘ્યક્ષસ્થાને ક્લેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જે અન્વયે આગામી તા.21 જૂનના રોજ રાજકોટ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્પોર્ટ સંકુલ ખાતે થવાની હતી, પરંતુ વરસાદી સ્થિતિને ધ્યાને રાખીને હવે જિલ્લા કક્ષાની ઉજવણી કાલાવાડ રોડ ખાતેના મલ્ટી પર્પઝ સ્પોર્ટ્સ સંકુલ, રાજકોટ ખાતે કરવામાં આવશે.

Advertisement

આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યક્રમની રૂૂપરેખા જણાવીને સ્થળની બેઠક વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, પરિવહન - પાર્કિંગ વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, લાઈવ પ્રસારણ, પ્રચાર - પ્રસાર, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા જાળવવા સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સંબંધિત અધિકારીઓને સ્થળ મુલાકાત કરીને નક્કર આયોજન કરવા જણાવ્યું હતું.
તેમજ વધુમાં વધુ લોકોને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી માટે યોગના મહત્વને સમજીને કાર્યક્રમમાં સહભાગી થવા અને પોતાના ઘરે પણ યોગા કરીને યોગાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટર એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
gujaratgujarat newsinternational yoga dayrajkotrajkot news
Advertisement
Advertisement