વેરાવળના કરેડા ગામે ગેરકાયદેસર દબાણો દૂર કરાવતા જિલ્લા કલેકટર
રૂા.2.46 લાખનું 492 ચો.મી. દબાણ દૂર કરાયું
લોકોના પ્રશ્નો-ફરિયાદો કે રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ ઉકેલ મળી શકે તે હેતુસર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે તા.25/07/2024 ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત (ફરિયાદ નિવારણ) કાર્યક્રમથ યોજાયો હતો.
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરેડા ગામના અરજદાર માલાભાઈ ઉકાભાઈ વાઢેળની કરેલ અરજીની વિગતો અનુસાર કરેડા ગામ મુકામે મફત પ્લોટ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલ બિનઅધિકૃત ઓટીઓ, દિવાલ, શૌચાલય/બાથરૂૂમ તેમજ મકાનની સીડી જેવા બાંધકામ કરી દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવ્યાં હતાં.
આ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠકમાં કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની સૂચના અન્વયે તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત કરેડા સરપંચ, તલાટી કમ મંત્રી કરેડા, તાલુકા વિકાસ અધિકારી કોડીનાર તથા તેમની ટીમ દ્વારા કુલ 492 ચો.મી. તથા અંદાજિત રૂૂ. 2,46,000ની કિંમતનું બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.