યુદ્ધના દરેક મોરચે લડી લેવા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
કંટ્રોલરૂમમાં કલેક્ટર, કમિશનર, પોલીસવડા, અધિક કલેક્ટર, ડીએમસી, ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા
કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ : કલેક્ટર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે, અને જિલ્લાના તમામ અધિકારીઓ જામનગરના ડિઝાસ્ટર કંટ્રોલરૂૂમમાં મોડી રાત્રે ઉપસ્થિત થઈ ગયા હતા, અને સમગ્ર જિલ્લા ની પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.
જામનગર જિલ્લામાં હાલ સંપૂર્ણપણે શાંતિની સ્થિતિ છે. તેમજ આગામી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગર જિલ્લાનું તમામ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે, અને લોકોએ શાંતિ રાખવા માટેની જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી, જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ, અધિક કલેક્ટર બી. એન. ખેર, ડીએમસી દેવેન્દ્રસિંહ પરમાર, ચિફ ફાયર ઓફિસર કે કે બીશ્નોઈ, આસી. મ્યુનિ કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓની ટીમ ગઈકાલે મોડી રાત્રે જામનગર જિલ્લાના કંટ્રોલરૂૂમમાં ઉપસ્થિત રહી હતી, અને સમગ્ર જિલ્લા ના વ્યવસ્થા તંત્ર પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલરૂૂમમાં ક્લાસ -1 ઓફિસર સહિતના ચાર અધિકારીઓની ટુકડીને રાઉન્ડ ધ ક્લોક ફરજ પર ગોઠવી દેવામાં આવી છે.હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જામનગર જિલ્લા પર અત્યાર ના સંજોગોમાં કોઈ ખતરો નથી, પરંતુ આગામી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને જામનગરની શહેર જિલ્લાની જનતાએ સંપૂર્ણપણે શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન નહીં દેવા માટેની છેલ્લા કલેક્ટર કેતન દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે. ઉપરાંત એકમાત્ર સરકારી એજન્સીની સૂચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ અપીલ કરવામાં આવી છે.
પાકિસ્તાનના ડ્રોનથી હુમલાના પ્રયાસનો સંદેશો એકમાત્ર અફવા: કંટ્રોલરૂૂમ
પાકિસ્તાન દ્વારા ભારતના જુદા જુદા શહેરો પર ડ્રોન મારફતે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેર ઉપર પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હુમલો કરાયો હોવાની અને તે ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે. સવારે 4.30 વાગ્યાના અરસામાં જામનગર ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તે ડ્રોન ને તોડી પાડ્યાની વાત વહેતી થઈ હતી, અને સોશિયલ મીડિયા તેમજ કેટલીક ટીવી ચેનલ મારફતે આ સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા. દરમિયાન જામનગર જિલ્લા ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં આ ડ્રોન થી હુમલાની વાત એક માત્ર અફવા હોવાનું જણાવ્યું છે, અને આવી કોઈ માહિતી ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી આપવાની નથી. અને આ પ્રકારની અફવા પર ધ્યાન નહીં જવા માટે કંટ્રોલ રૂૂમ દ્વારા જાહેર કરાયું છે ઉપરાંત આ એક માત્ર અફવા હોવાની પણ કંટ્રોલરૂૂમમાં વિશેષથી નોંધ કરવામાં આવી છે.