ફાલ્કન વેલ્ફેર-જુવેનાઇલ દ્વારા ડાયાબિટીસ કિટનું વિતરણ
- કમલનયનભાઇ સોજીત્રા, ધીરજલાલ સુવાગિયા સહિતના સેવાભાવીઓ દ્વારા સેવાકાર્યો
તા. 28-03-2024, ગુરૂૂવાર ના રોજ ફાલ્કન પમ્પસ્ પ્રા. લી. - વાવડી મુકામે એક પ્રેરણાત્મક અને માનવ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં ફાલ્કન પરિવારનાં ચેરમેન એન્ડ મેનેજીંગ ડિરેકટર ધીરજલાલ સુવાગીયા તથા એકઝીક્યુટીવ ડિરેકટર કમલનયન સોજીત્રા, ટેકનીકલ ડિરેકટર ભાર્ગવભાઈ સુવાગીયા તથા યુવા ડિરેકટર કરણભાઈ સોજીત્રા સાથે જુવેનાઈલ ડાયાબીટીશ ફાઉન્ડેશન - રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઇ દોશી, સંસ્થાના ટ્રસ્ટીગણ તથા ટાઇપ 1 ડાયાબીટીશગ્રસ્ત બાળકો અને તેમના પરીવારના સભ્યો ઉપસ્થીત રહયા હતા.
જુવેનાઈલ ડાયાબીટીશ ફાઉન્ડેશન - રાજકોટ અને ફાલ્કન વેલફેર ફાઉન્ડેશનના સહયોગથી ટાઇપ - 1 ડાયાબીટીશમાં આવશ્યક ડાયાબીટીશ કીટ (ઇન્સ્યુલીન કીટ)નું જરૂૂરીયાતમંદ બાળકોને નિ:શુલ્ક વીતરણ કરવામાં આવ્યું, હાલ જેડીએફ સંસ્થામાં 2000 દર્દીઓ છે જેમાં 2 વર્ષથી 5 વર્ષના ધણાં બાળકો છે જે ઓટો ઇમ્યુન રોગથી પિડાય છે.આ તકે જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્ડેશન રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઇ દોશી એ કંપની સ્ટાફ, બાળકોના વાલીઓ તથા ઉપસ્થીત દરેક પરીવારને વ્યસન મુકતી અને ટાઇપ - 1 ડાયાબીટીશ, બાળકોમાં થતા આ પ્રકારના રોગની વિશેષ સમજણ તથા આવા રોગને કઈ રીતે કયોર કરવો તેના વિશે ઉપયોગી માહીતી આપી હતી.
માનવસેવા પરમોધર્મ એવા સેવાસુત્ર સાથે સૌરાષ્ટ્રનાં તમામ લોકોને ફાલ્કન વેલફેર ફાઉન્ડેશન દ્રારા અપીલ કરવામાં આવે છે કે આપનું શ્રીધન આ ફાઉન્ડેશનને આપી અને ઉણપ સાથે જીવતા નાના બાળકોને સંજીવની બુટી સમાન ઇન્સ્યુલીન કીટ સ્વરૂૂપે સહયોગ આપશો.ટાઈપ 1 બાળકોને આજીવન દિવસ દરમિયાન 3 થી 5 વખત ઇન્સ્યુલીન ઈન્જેકશન લેવું પડે છે, તેમજ દિવસમાં 3 થી 4 વખત ડાયાબીટીશ ચેક કરવું પડે છે અને આહારમાં પણ ઘણી બધી કાળજી લેવી પડતી હોય છે, આટલુ કરવાથી ડાયાબીટીશગ્રસ્ત બાળક સારું જીવન જીવી શકે.
ઉણપની સાથે ભગવાને આપેલી ક્ષમતા વિકસીત કરવા આપને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ છે."સર્વે સન્તુ સુખીન, સર્વે સન્તુ નિરામયા”જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્ડેશન-રાજકોટ અપુલભાઇ દોશી (મેનેજીંગ ટ્રસ્ટી) મો.9824246475/9726203939