હાપા યાર્ડ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારોને રૂા.7.50 લાખનાં ચેકનું વિતરણ
ત્રણ ખેડૂતોના વારસદારોને અકસ્માત વીમાની રકમ ચૂકવાઇ
જામનગર માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂૂપે હાપા માર્કેટ યાર્ડ દ્વારા અકસ્માત વીમા યોજના હેઠળ જામનગર તાલુકાના ત્રણ ખાતેદાર ખેડૂતોના વારસદારોને વળતર ચૂકવવામાં આવ્યું છે.જામનગર માર્કેટ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમીયમ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. આ યોજના હેઠળ અકસ્માતે મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને વીમા કલેઈમ મળવાપાત્ર થાય છે.
તાજેતરમાં જામનગર તાલુકાના બેડ ગામના રાજેશભાઈ લવજીભાઈ કણઝારીયા, આમરા ગામના વસંતભાઈ ધરમશીભાઈ કણઝારીયા અને સુર્યપરા ગામના હરસુખભાઈ ખીમજીભાઈ રંગાણીના અકસ્માતે મૃત્યુ થયા હતા. આ ત્રણેય ખેડૂતો માર્કેટ યાર્ડ દ્વારા શરૂૂ કરવામાં આવેલી અકસ્માત વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આ ત્રણેય ખેડૂતોના વારસદારો દ્વારા વીમા કલેઈમ માટે અરજી કરવામાં આવી હતી. વીમા કંપની દ્વારા આ અરજીઓને મંજૂર કરવામાં આવી હતી અને ત્રણેય વારસદારોને રૂૂ. 2,50,000/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ચેક વિતરણ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડ - હાપા(જામનગર)નાં ચેરમેનશ્રી મુકુંદભાઈ ખોડાભાઈ સભાયા, વાઈસ ચેરમેન શ્રી હિરેનભાઈ વીજયભાઈ કોટેચા, ડીરેક્ટરશ્રી અશ્વિભાઈ વીનોદભાઈ છૈયા, શ્રી પ્રદ્યુમનસિહ માલુભા જાડેજા, શ્રી જયપાલસીહ પ્રવીણસીહ ઝાલા, શ્રી દયાળજીભાઈ મોહનભાઈ ભીમાણી, શ્રી વીપુલ ચંદ્રેશભાઈ પટેલ, શ્રી જમનભાઈ ડાયાભાઈ ભંડેરી, શ્રી ચંદ્રેશભાઈ રામજીભાઈ સોજીત્રા, શ્રી ઉમેદસંગ ભવાનસંગ જાડેજા, એડવોકેટશ્રી જીતેનભાઈ કરશનભાઈ પરમાર, શ્રી વિરેશ મનસુખલાલ મહેતા, શ્રી સંજય જગદીશભાઈ ભંડેરી, શ્રી જયેશ રતીલાલ સાવલીયા તેમજ સેક્રેટરી શ્રી હીતેષ પટેલ ઉપસ્થિત રહયા. આ કાર્યક્રમમાં બોલતાં ચેરમેનશ્રી મુકુંદભાઈ ખોડાભાઈ સભાયાએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત વીમા યોજના ખેડૂતોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં મદદરૂૂપ બને છે.