રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શુદ્ધ ઘી અને દૂધમાં ઓઈલની ભેળસેળ ખૂલી

05:41 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

મનપાના ફૂડ વિભાગ દ્વારા અગાઉ લેવામાં આવેલ શુધ્ધ ઘી અને દૂધના સેમ્પલના રિપોર્ટ આજે આવતા બન્નેમાં વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતા એજ્યુબીકેશન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આજે વધુ 21 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરી 15ને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી 12 નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરી પાંચ સ્થળેથી ડ્રાયફૂટના સેમ્પલલેવામાં આવ્યા હતાં.
ફૂડ વિભાગ દ્વારા "સીતારામ ડેરી ફાર્મ", રાધિકા પાર્ક, સેંટમેરી સ્કૂલની પાસે, રેલ્વે નાની ફાટક પાસે, મોરબી રોડ, હાઇ વે બ્રીજની નીચે, રાજકોટ મુકામેથી અશોકભાઇ પરસોતમભાઈ શંખાવરા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "શુધ્ધ ઘી (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ તેમજ "શ્રી ખોડિયાર ડેરી ફાર્મ નમકીન", કિષ્ના પાર્ક સોસાયટી, બ્લોક નં.33, પુષ્કરધામ રોડ, કાલાવડ રોડ, રાજકોટ મુકામેથી ખોડાભાઈ ગોકુલભાઈ લૂણાગરિયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો તપાસ બાદ પુથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી અને જગઋ પ્રમાણ ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના નાણાવટી ચોક થી રામેશ્વર ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 15 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

Advertisement

પાંચ સ્થળેથી ડ્રાયફ્રુટના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન આજે ડ્રાયફૂટના નમુના લેવામાં આવેલ જેમાં વરુડી ટ્રેડર્સ, 4- પરિવાર પાર્ક કોર્નર, આર્યસમાજ રોડ બદામ (લુઝ), જીઆરવી એન્ટરપ્રાઇઝ (સિટી માર્ટ)અમિન માર્ગ, રાજકોટ માંથી લાયન ડેઈલી કેસી ડેટ્સ, ગોલ્ડન સુપર માર્કેટ, રાજનગર મેઇન રોડ, અંજીર (લુઝ), વોલનટ, ચંદન સુપર માર્કેટ, અમીન માર્ગ, કિસમિસ (લુઝ), કાજુ (લુઝ) તથા બદામ (લુઝ), કિસમિસ (લુઝ), નટી આલ્મન્સ, રોસ્ટેડ આલમન્સ કાજુ સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement