ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી ત્યક્તાને પાડોશી શખ્સે માર માર્યો

04:55 PM Jul 24, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરના મવડી મેઇન રોડ પર સબંધીને ત્યાં દીકરીને લેવા જતી વ્યક્તાને રોકી પાડોશી શખ્સે મોબાઇલ ઝુંટવી નંબર લેવાની કોશિષ કરી હતી. તેમજ બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે માલવીયા પોલીસમાં ફરિયાદન નોંધાવી હતી.

બનાવની વધુ વિગતો અનુસાર, કોઠારીયા રોડ પર શક્તિ હોટેલવાળી શેરીમાં રહેતા કાજલબેન જીતેન્દ્રભાઇ કાલાવાડીયા (વાણંદ) (ઉ.વ.28)એ ફરિયાદમાં તેમના પાડોશી યોગેશ નરેન્દ્રભાઇ જાવરાજાણી (રહે.કોઠારીયા મેઇન રોડ)નું નામ આપતા તેમની સામે માલવીયા નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમને પાંચ મહિના પહેલા પતિ જીતેન્દ્ર સાથે રાજીખુશીથી છુટાછેડા લઇ લીધા હતા. સંતાનમાં એક દીકરી છે. ગઇ તા.21ના રોજ પુર્વ પતિ જીતેન્દ્ર ઘરે આવી પુત્રને જાગરણ નિમિત્તે ફરવા લઇ ગયા હતા. બાદમાં જીતેન્દ્રને કોલ કરી કહ્યુ કે, દીકરીને એકટાણુ કરવાનું હોય તેમને ઘરે મુકી જાવ જેથી જીતેન્દ્રએ કહ્યુ કે, દીકરી પલકને માસી કુસુમબેન લખતરીયાના ઘરે મવડી રોડ ચાંમુડા ટેઇલર્સ ખાતે મુકી આવ્યો છે. ત્યાંથી લઇ આવજે. કાજલબેન રીક્ષામાં બેસી મવડી રોડ પર દીકરીને લેવા જતા પાડોશમાં રહેતા યોગેશ રસ્તામાં ભેગો થયો અને તેમણે મોબાઇલ ઝુંટવી નંબર લેવાનો પ્રયાસ કરી માર માર્યો હતો અને અગાઉ કરેલી ફરિયાદ પાછી લેવાનું કહી દીકરી સ્કૂલે જાય તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે માલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement